દિલ્હી બાદ બિહારની હોસ્પિટલમાં ભીષણ આગ: ICUમાં શોર્ટ સર્કિટથી 4 દર્દીઓના મોત, 10થી વધુની આશંકા
બિહારના મુઝફ્ફરપુરમાં આવેલી ‘પ્રસાદ હોસ્પિટલ’ના ICU વિભાગમાં ગુરુવારે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ગૂંગળામણ અને દાઝી જવાને કારણે 4 દર્દીઓના મોતાની સત્તાવાર પુષ્ટિ થઈ છે, જ્યારે મૃત્યુઆંક 10 સુધી પહોંચવાની આશંકા છે. આગ લાગતાની સાથે જ હોસ્પિટલના કર્મચારીઓ દર્દીઓને અસહાય છોડીને ભાગી ગયા હોવાનો અને હોસ્પિટલની ફાયર ફાઈટિંગ સિસ્ટમ નિષ્ફળ રહી હોવાનો ગંભીર આક્ષેપ પરિજનો દ્વારા કરવામાં આવ્યો છે. હાલ પ્રશાસને હોસ્પિટલને સીલ કરીને બેદરકારી દાખવનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહીની તપાસ શરૂ કરી છે.
