યોગીને દિલ્હીનું તેડું .. બીજા કોને બોલાવાયા ? જુઓ
લોકસભાની ચુંટણીમાં ભાજપને યુપીમાં મોટો અને માનવામાં ના આવે તેવો ફટકો લાગ્યો છે અને તેને 29 બેઠકો ગુમાવવી પડી છે. ફક્ત 33 બેઠકો પર જ વિજય મળી શક્યો છે. આવી સ્થિતિમાં ભાજપમાં ચર્ચાઓ શરૂ થઈ છે અને તેને પગલે યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને દિલ્હી બોલાવાયા છે.
યુપીના પરિણામો પર સવાલ ઉઠી રહ્યા છેઅને મંથન થઈ રહ્યું છે. 7 જૂને એટલે કે આજે સંસદીય દળની બેઠક થવાની છે અને તે પહેલા યુપીને લઈને એક અલગથી બેઠક થવાની છે. જેમાં યુપીની કારમી હાર અંગે મંથન અને સમીક્ષા કરવામાં આવશે. આવું શા માટે બન્યું છે તેના કારણો શોધવામાં આવશે.
યોગિની સાથે 2 નાયબ મુખ્યમંત્રીઓ કેશવ પ્રસાદ અને બ્રિજેશ પાઠક તેમજ યુપી ભાજપના પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરીને પણ દિલ્હી બોલાવાયા છે અને એમનો પણ જવાબ માંગવામાં આવશે. આ બેઠકમાં ભાજપના નબળા દેખાવ અંગે ચર્ચા કરાશે.
હવે યોગી આ પરાજય પાછળનું કારણ શું આપે છે તેના તરફ બધાની નજર રહેશે. બેઠકો ક્યાં અને કેવી રીતે ઘટી છે તેનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવશે અને ત્યારબાદ નવા ફેરફારો પણ થઈ શકે છે તેમ માનવામાં આવે છે.