ગેરકાયદે મસ્જિદ પર જાપાન સરકાર બુલડોઝર ફેરવવાની તૈયારીમાં!
જાપાન જેવા અત્યંત શિસ્તબદ્ધ દેશમાં પાકિસ્તાનીઓએ કાયદાના ધજાગરા ઉડાડીને ગેરકાયદેસર મસ્જિદ ઊભી કરી દીધી, જેને હવે જાપાન સરકારે જમીનદોસ્ત કરવાનો આદેશ આપ્યો
છે. પોતાના જ રાજદૂતને ઉદ્ઘાટનમાં બોલાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભયંકર ફજેતી કરાવનાર પાકિસ્તાનની આ હરકત અને જાપાનનો `ઝીરો-ટોલરન્સ’ અભિગમ યક મોટો બોધપાઠ છે!
દુનિયાના કોઈપણ દેશમાં જાવ, ત્યાંના સ્થાનિક કાયદાઓ અને સંસ્કૃતિનું પાલન કરવું એ દરેક પ્રવાસી કે માઈગ્રન્ટ (સ્થળાંતર કરનાર) ની પ્રાથમિક ફરજ હોય છે. ખાસ કરીને જાપાન જેવા દેશમાં, જ્યાં ટે્રન એક મિનિટ મોડી પડે તો પણ રેલવે કંપની માફી માંગે છે, ત્યાં શિસ્ત અને કાયદાનું કેટલું સન્માન થતું હશે તેની કલ્પના કરી શકાય છે.
પરંતુ, પાકિસ્તાની નાગરિકો કદાચ એવું માને છે કે તેઓ દુનિયાના કોઈપણ ખૂણે જઈને પોતાના દેશ જેવી અરાજકતા ફેલાવી શકે છે. તાજેતરમાં જાપાનના સાઈતામા (જફશફિંળફ) પ્રાંતના કાવાગોએ (ઊંફૂફલજ્ઞય) શહેરમાં એક એવી ઘટના બની છે, જેણે આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીમાં પાકિસ્તાનનું નાક કાપી નાખ્યું છે. પાકિસ્તાનીઓએ ત્યાં ગેરકાયદેસર રીતે એક આખી મસ્જિદ ઊભી કરી દીધી, અને હવે જાપાનની સરકારે તેને તોડી પાડવાનો સત્તાવાર આદેશ આપી દીધો છે.
આ પણ વાંચો: લોન ડિફોલ્ટર અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું, શું આપ્યો ચુકાદો ? વાંચો
૧. નિયમોનો ભંગ અને `અમને જાપાનીઝ નથી આવડતી’ નું બહાનું!
આ આખો વિવાદ `જાપાન જામા મસ્જિદ રમઝાન’ નામના એક નવા બાંધકામનો છે. આ મસ્જિદ કાવાગોએ શહેરના શિમો-અકાસાકા વિસ્તારમાં બનાવવામાં આવી છે. જાપાનના `સિટી પ્લાનિગ એક્ટ’ મુજબ, આ વિસ્તાર `અર્બનાઈઝેશન કંટ્રોલ ઝોન’ (શહેરીકરણ નિયંત્રણ વિસ્તાર) માં આવે છે. અહીં કોઈપણ પ્રકારનું નવું કોમર્શિયલ કે ધાર્મિક બાંધકામ કરવા પર સખત પ્રતિબંધ છે, અને જો કરવું હોય તો સરકારની વિશેષ પરવાનગી લેવી પડે છે.
પરંતુ, આ જમીન ખરીદનાર પાકિસ્તાની કંપનીએ સરકારમાં કોઈ જ અરજી ન કરી અને રાતોરાત બાંધકામ શરૂ કરી દીધું. જ્યારે સ્થાનિક જાપાનીઝ નાગરિકોએ ઓક્ટોબર ૨૦૨૪ માં તેની ફરિયાદ કરી, ત્યારે મ્યુનિસિપલ અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને કામ અટકાવવા નોટિસ આપી. તમને જાણીને આંચકો લાગશે કે ત્યાં કામ કરતા મજૂરો અને સંચાલકોએ એવું બહાનું કાઢ્યું કે “અમને જાપાનીઝ ભાષા સમજાતી નથી!” અને સરકારી ચેતવણીઓ છતાં ગેરકાયદેસર બાંધકામ ચાલુ જ રાખ્યું.
૨. સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી:
મિલિટરી રડાર પાસે બાંધકામ : આ મુદ્દો માત્ર એક ગેરકાયદેસર બિલ્ડિગનો નથી, પણ જાપાનની રાષ્ટ્રીય સુરક્ષાનો પણ છે. જાપાનના સંરક્ષણ મંત્રાલયનું `ઓઈ રેડિયો સ્ટેશન’ (ઇન્ફોર્મેશન હેડક્વાર્ટર) આ જમીનની એકદમ નજીક આવેલું છે.
જાપાનના કાયદા મુજબ આસપાસનો વિસ્તાર `સ્પેશિયલ ઓબ્ઝર્વેશન ઝોન’ (ખાસ દેખરેખ હેઠળનો વિસ્તાર) છે, જેથી મિલિટરીના કામકાજમાં કોઈ જાસૂસી કે ખલેલ ન પહોંચે. આવા અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં સ્થાનિકોની જાણ બહાર અને સરકારની પરવાનગી વગર વિદેશી નાગરિકો દ્વારા આટલું મોટું બાંધકામ થઈ જવું, એ જાપાનના સત્તાધીશો માટે લાલબત્તી સમાન સાબિત થયું છે.
૩. રાજદૂતની હાજરી અને પાકિસ્તાનની ઇન્ટરનેશનલ ફજેતી
આંતરરાષ્ટ્રીય કોમેડી એ થઇ કે ૩ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ આ ગેરકાયદેસર મસ્જિદનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું, અને તેમાં મુખ્ય મહેમાન તરીકે ખુદ જાપાનમાં રહેલા પાકિસ્તાનના રાજદૂત અબ્દુલ હમીદ હાજર રહ્યા!
જ્યારે જાપાનના મીડિયા અને અધિકારીઓએ આ બાબતે કડક વલણ અપનાવ્યું અને ડિમોલિશનની નોટિસ ફટકારી, ત્યારે ટોક્યો સ્થિત પાકિસ્તાની એમ્બેસી (દૂતાવાસ) માં દોડધામ મચી ગઈ. બચાવમાં પાકિસ્તાન એમ્બેસીએ સત્તાવાર નિવેદન બહાર પાડવું પડ્યું કે, “અમારા રાજદૂતને આયોજકો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે બધી કાનૂની પરવાનગીઓ લેવાઈ ગઈ છે, એટલે તેઓ ત્યાં ગયા હતા.”
સ્થિતિ એટલી હાસ્યાસ્પદ બની ગઈ કે પાકિસ્તાન એમ્બેસીએ જાપાનમાં રહેતા પોતાના જ નાગરિકોને જાહેરમાં અપીલ કરવી પડી કે, “મહેરબાની કરીને જાપાનના સ્થાનિક કાયદાઓનું પાલન કરો અને પરવાનગી વગર આવા કોઈ ધાર્મિક બાંધકામ ન કરો.” એક દેશની સરકારે પોતાના જ નાગરિકોને બીજા દેશમાં `કાયદામાં રહેવાની’ શિખામણ આપવી પડે, તેનાથી મોટી કૂટનીતિક ફજેતી બીજી કોઈ હોઈ ન શકે.ભારત હોય કે યુરોપ, લોકશાહીના નામે ગેરકાયદેસર દબાણો અને બાંધકામો ચલાવી લેવાની એક બહુ ખરાબ સિસ્ટમ ગોઠવાઈ ગઈ છે. વોટબેંકના ડરથી નેતાઓ પણ આવા બાંધકામો પર બુલડોઝર ફેરવતા ડરે છે. પણ જાપાને દુનિયાને બતાવી દીધું છે કે `કાયદો એ કાયદો છે’. મ્યુનિસિપલ ઓથોરિટીએ સ્પષ્ટ કહી દીધું છે કે, “માત્ર એ એક ધાર્મિક સ્થળ (મસ્જિદ) છે, એટલે તેને ગેરકાયદેસર હોવા છતાં કોઈ વિશેષ છૂટછાટ નહીં મળે.” જાપાનની આ સ્પષ્ટતા એ વાતનો પુરાવો છે કે જ્યારે દેશની સિસ્ટમ અને નાગરિકો એક થઈને કાયદાનું પાલન કરાવવા પર આવી જાય, ત્યારે ગમે તેવી ઇન્ટરનેશનલ લોબી કે ધાર્મિક કાર્ડ રમનારાઓનું કંઈ જ ઉપજતું નથી.
