Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
GLOBAL NEWSઇન્ટરનેશનલ

લેબોરેટરીમાં બનાવેલા કરોડો મચ્છરો ગુગલ વાતાવરણમાં ખુલ્લા છોડશે?

Thu, June 4 2026

આ કોઈ સાયન્સ-ફિક્શન હોલીવુડ ફિલ્મની વાર્તા નથી, પણ અત્યારે અમેરિકાના કેલિફોર્નિયા અને ફ્લોરિડામાં ચાલી રહેલી ગ્રાઉન્ડ રિયાલિટી છે. ગુગલની પેરન્ટ કંપની `આલ્ફાબેટ’ની એક સિસ્ટર કંપની છે – `વેરિલી’ (ટયશિહુ). આ કંપનીએ `પ્રોજેક્ટ ડીબગ’ નામનું એક અત્યંત મહત્વાકાંક્ષી અને વિવાદાસ્પદ મિશન હાથ ધર્યું છે. તેમનો ટાર્ગેટ છે – મચ્છરોથી ફેલાતા રોગોનો કાયમી ખાત્મો. પણ આ ખાત્મો કેમિકલ છાંટીને નહીં, પણ મચ્છરની સામે મચ્છરને જ ઊભો રાખીને કરવામાં આવી રહ્યો છે!

આખી દુનિયામાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, યલો ફીવર અને ઝીકા વાયરસ ફેલાવવા પાછળ `એડીસ એજિપ્તી’ (અયમયત ફયલુાશિં) નામનો મચ્છર જવાબદાર છે. વર્ષોથી સરકારો ધુમાડા અને ઝેરી રસાયણો છાંટીને થાકી ગઈ છે, છતાં આ મચ્છરો ખતમ થતા નથી. ઉલટાનું, તેઓ કેમિકલ સામે `રેઝિસ્ટન્ટ’ (પ્રતિકારક) બની ગયા છે.

ગુગલની કંપનીએ આનો એક બાયોલોજીકલ ઉકેલ શોધ્યો. તેમણે લેબોરેટરીમાં એડીસ ઇજિપ્તી મચ્છરો ઉછેર્યા અને તેમના શરીરમાં `વોલ્બાચિયા’ (ઠજ્ઞહબફભવશફ) નામનો એક ખાસ બેક્ટેરિયા દાખલ કર્યો. આ બેક્ટેરિયા મચ્છરો માટે એક પ્રકારના `નસબંધી’ ના ઇન્જેક્શન જેવું કામ કરે છે.

લેબમાં ઉછેરેલા માત્ર  નર  મચ્છરોને જ હવામાં છોડવામાં આવે છે. વિજ્ઞાનનો નિયમ છે કે નર મચ્છર ક્યારેય માણસને કરડતા નથી, માત્ર માદા મચ્છર જ લોહી ચૂસે છે. જ્યારે આ બેક્ટેરિયાવાળા નર મચ્છરો હવામાં ઊડીને જંગલી માદા મચ્છરો સાથે પ્રજનન કરે છે, ત્યારે માદા જે ઈંડા મૂકે છે તેમાંથી ક્યારેય બચ્ચા પેદા થતા જ નથી! ઈંડાં ત્યાં જ નષ્ટ થઈ જાય છે. પરિણામે, ધીમે ધીમે તે વિસ્તારમાંથી મચ્છરોની આખી વસ્તીનો સફાયો થઈ જાય છે.

આ પણ વાંચો: ગેરકાયદે મસ્જિદ પર જાપાન સરકાર બુલડોઝર ફેરવવાની તૈયારીમાં!

આ પ્રયોગ સાંભળવામાં જેટલો સહેલો લાગે છે, તેટલો જ ખતરનાક પણ છે. જો હવામાં લાખો નર મચ્છરોની સાથે ભૂલથી થોડી માદા મચ્છરો પણ છૂટી જાય, તો રોગચાળો ઘટવાને બદલે ભયાનક હદે ફેલાઈ શકે છે.

અહીં ગુગલની અસલી ટેકનોલોજી કામે લાગે છે. રોજના લાખો મચ્છરોમાંથી નર અને માદાને મેન્યુઅલી (હાથથી) અલગ કરવા અશક્ય છે. આ માટે વેરિલી કંપનીએ કમ્પ્યુટર વિઝન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ  અને રોબોટિક સેન્સર્સનો ઉપયોગ કર્યો છે. મચ્છરો જ્યારે લાર્વા અવસ્થામાં હોય, ત્યારે તેમના કદ અને આકારના માઈક્રોસ્કોપિક તફાવતને સ્કેન કરીને અઈં સિસ્ટમ ૧૦૦% ચોકસાઈથી નર અને માદાને અલગ પાડે છે. આ ડેટા એન્જિનિયરિગ અને બાયોલોજીનું એક અદભુત મિલન છે.

કેલિફોર્નિયા  અને ફ્લોરિડામાં જ્યારે ૩.૨ કરોડ  મચ્છરો છોડવાની જાહેરાત થઈ, ત્યારે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ડર ફેલાઈ ગયો હતો. લોકોના હાથમાં પોસ્ટરો હતા કે: “અમે કોઈ પ્રયોગશાળાના ગિનિપિગ નથી!”

આ ડર સાવ પાયાવિહોણો પણ નથી. પર્યાવરણવિદો એક બહુ જ મોટો અને વ્યાજબી સવાલ ઉઠાવી રહ્યા છે: જો આપણે પૃથ્વી પરથી મચ્છરની આખી પ્રજાતિ જ ખતમ કરી નાખીશું, તો ઇકો-સિસ્ટમ (પરિસ્થિતિકી તંત્ર) નું શું થશે? મચ્છર એ ફૂડ-ચેઈન (આહાર શૃંખલા) નો એક મહત્ત્વનો ભાગ છે. કરોળિયા, દેડકા, માછલીઓ અને ચામાચીડિયા જેવા અનેક જીવો ખોરાક માટે મચ્છર પર નભે છે. જો મચ્છરો અચાનક ગાયબ થઈ જાય, તો આખી ફૂડ-ચેઈન ખોરવાઈ શકે છે. વિજ્ઞાનનો ઇતિહાસ સાક્ષી છે કે માણસે જ્યારે પણ કુદરતના ચક્રમાં સીધો હસ્તક્ષેપ કરીને `ભગવાન’ બનવાની કોશિશ કરી છે, ત્યારે તેના અણધાર્યા પરિણામો ભોગવવા પડ્યા છે.

બીજી તરફ, જાહેર સ્વાસ્થ્યના નિષ્ણાતો માને છે કે દર વર્ષે ડેન્ગ્યુ અને મેલેરિયાથી દુનિયાભરમાં લાખો બાળકો અને યુવાનો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે, ત્યારે કેમિકલ પેસ્ટિસાઈડ્સના ઝેરથી મરવા કરતા આ `જૈવિક હથિયાર’ બહુ જ સુરક્ષિત છે. પ્રોજેક્ટ ડીબગના શરૂઆતના પરિણામો અત્યંત આશાસ્પદ રહ્યા છે અને ટાર્ગેટ વિસ્તારોમાં મચ્છરોની વસ્તી ૯૦% થી વધુ ઘટી ગઈ છે.

આજે ટેકનોલોજી માત્ર સોફ્ટવેર પૂરતી સીમિત નથી રહી, તે આપણા ડીએનએ (ઉગઅ) અને આપણા પર્યાવરણમાં પ્રવેશી ચૂકી છે. ગુગલનો આ મચ્છર પ્રોજેક્ટ સાબિત કરે છે કે ભવિષ્યના યુદ્ધો સરહદ પર નહીં, પણ બાયો-લેબોરેટરીમાં લડાશે. ડેન્ગ્યુમુક્ત દુનિયાનું સપનું ચોક્કસ સુંદર છે, પણ કુદરતની ઓપરેટિગ સિસ્ટમમાં કાયમી `ડીબગિગ’ કરતા પહેલા આપણે એ ખાતરી કરવી જ પડશે કે ક્યાંક આપણે કોઈ નવો અને અદ્રશ્ય વાયરસ તો ઇન્સ્ટોલ નથી કરી રહ્યા ને!

Tags:

BiodiversityBioengineeringEcoFriendlyEcologyEnvironmentalConservationFutureOfTechnologyGeneEditingGeneticallyModifiedgoogleHealthRisksInsectInnovationLabCreatedMosquitoesMosquitoControlMosquitoReleaseNatureAndScienceScientificResearchSustainableSolutionsTechForGood

Share Article

Other Articles

Previous

દેશનું સૌપ્રથમ `સર્વિસ કમિશનરેટ’ ગુજરાતમાં સ્થપાશે, સરકારનો નિર્ણય

Next

ગેરકાયદે મસ્જિદ પર જાપાન સરકાર બુલડોઝર ફેરવવાની તૈયારીમાં!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાં મેકડોનાલ્ડમાં મોટી ભૂલ, વેજ બર્ગરને બદલે નોનવેજ મળતા નરોડા શાખા સીલ
13 મિનિટutes પહેલા
નવસારીમાં 64 રસ્તા બંધ, કાવેરી નદીની સપાટી વધતા 15 ગામોને એલર્ટ
28 મિનિટutes પહેલા
ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
1 કલાક પહેલા
28 IAS અધિકારીઓની બદલી, કમિશનરથી DDO સુધી ફેરફાર કરાયા
2 કલાક પહેલા
Categories

નેશનલ

3285 Posts

Related Posts

વાવડીમાં બનશે રાજકોટનો પહેલો ‘સ્પોન્જ પાર્ક’: તાપમાનને ‘કાબૂ’માં રાખી શકાશે, ચોખ્ખી હવા પ્રાપ્ત થઈ શકશે,જાણો સ્પોન્જ પાર્કમાં બીજુ શું શું હશે?
ગુજરાત
7 મહિના પહેલા
ગોંડલમાં ન્હાવા પડેલા ત્રણ ડૂબ્યા કાકાનું મોત ભત્રીજાનો બચાવ
રાજકોટ
3 વર્ષ પહેલા
અમેરિકાના શહેરમાં 3 જી સપ્ટેમ્બરને સનાતન ધર્મ દિવસ જાહેર કરાયો
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
વાપીમાં ૨૪ કલાકમાં ૧૩ ઇંચ વરસાદ : વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ, મુખ્યમંત્રીએ કલેક્ટરો સાથે કરી વાત
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર