Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ભારત વર્લ્ડ ચેમ્પિયન: સંજૂ પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ-બુમરાહ પ્લેયર ઑફ ધ મેચ, જાણો T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જીતનારા ખેલાડીઓ વિશે

Mon, March 9 2026


ટી-20 વર્લ્ડકપની 5 મેચમાં 80.2ની સરેરાશથી 321 રન બનાવનાર સંજુ સેમસનને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. સંજુએ સળંગ 3 ફિફટી બનાવી હતી. આ ઉપરાંત તેણે સૌથી વધુ 24 છગ્ગા પણ લગાવ્યા હતા. એટલું જ નહીં તેણે 4 મેચમાં પહેલી ઓવરમાં છગ્ગા લગાવીને ખાતું ખોલાવ્યું જે પણ એક રેકોર્ડ છે. જ્યારે વર્લ્ડકપના ફાઈનલમાં 4 વિકેટ લેનાર જસપ્રિત બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

View this post on Instagram

A post shared by Team India (@indiancricketteam)

વેલડન ઇન્ડિયા: 2 વર્ષમાં 8 આઈસીસી ટ્રોફી જીતી

ભારતીય મહિલા અને પુરુષ ટીમે વિશ્વ ક્રિકેટમાં ડંકો વગાડતાં 2024થી 2026 સુધીના સમયગાળામાં 8 આઈસીસી ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો હતો. 2024માં ભારતીય પુરુષ ટીમે ટી-20 વર્લ્ડકપ, 2025માં પુરુષ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી, 2025માં એશિયા કપ, 2025માં વિમેન્સ વર્લ્ડકપ, 2025માં વિમેન્સ અન્ડર-19 વર્લ્ડકપ, 2026માં અન્ડર-19 વર્લ્ડકપ, 2026માં રાઇઝિંગ વિમેન્સ એશિયા કપ અને 2026માં જ પુરુષ ટીમે ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો.

View this post on Instagram

A post shared by Team India (@indiancricketteam)



T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જીતનારા ભારતીય ખેલાડીઓ

2014 – વિરાટ કોહલી
2016 – વિરાટ કોહલી
2024 – જસપ્રીત બુમરાહ
2026 – સંજુ સેમસન

T20 વર્લ્ડ કપમાં પૂર્ણ-સભ્ય ટીમ સામે સૌથી મોટી જીત (રન દ્વારા)

107 રન – વેસ્ટ ઇન્ડીઝ VS  ઝિમ્બાબ્વે, મુંબઈ, 2026
104 રન – દક્ષિણ આફ્રિકા VS  બાંગ્લાદેશ, સિડની, 2022
104 રન – વેસ્ટ ઇન્ડીઝ VS  અફઘાનિસ્તાન, ગ્રોસ આઇલેટ, 2024
96 રન – ભારત VS  ન્યુઝીલેન્ડ, અમદાવાદ, 2026 ફાઇનલ
90 રન – ભારત VS  ઇંગ્લેન્ડ, કોલંબો RPS, 2012

ભારતની સૌથી મોટી T20 વર્લ્ડ કપ જીત

ન્યૂઝીલેન્ડ સામે 96 રનની જીત T20 વર્લ્ડ કપમાં ભારતની સૌથી મોટી જીત છે. અગાઉ ભારતે તે જ ટુર્નામેન્ટમાં દિલ્હીમાં નામિબિયાને 93 રનથી હરાવ્યું હતું.

T20 વર્લ્ડ કપ નોકઆઉટ મેચોમાં સૌથી વધુ કુલ રન (મેચ કુલ)

499 રન – ભારત VS  ઇંગ્લેન્ડ, મુંબઈ WS, 2026 સેમિફાઇનલ
414 રન – ભારત VS  ન્યુઝીલેન્ડ, અમદાવાદ, 2026 ફાઇનલ
388 રન – ઓસ્ટ્રેલિયા VS  પાકિસ્તાન, ગ્રોસ આઇલેટ, 2010 સેમિફાઇનલ
388 રન – ભારત VS  વેસ્ટ ઇન્ડીઝ, મુંબઈ WS, 2016 સેમિફાઇનલ

T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ઘણી વખત હારી ગયેલી ટીમો

પાકિસ્તાન – 2 વખત (2007, 2022)
શ્રીલંકા – 2 વખત (2009, 2012)
ન્યૂઝીલેન્ડ – 2 વખત (2021, 2026)

T20I માં શ્રેષ્ઠ જીત ટકાવારી ધરાવતા કેપ્ટન (પૂર્ણ-સભ્ય ટીમો)

80.77% – સૂર્યકુમાર યાદવ (52 મેચ, 42 જીત, 8 હાર, 2 NR)
80.65% – રોહિત શર્મા (62 મેચ, 50 જીત, 12 હાર)
78.38% – સરફરાઝ અહેમદ (37 મેચ, 29 જીત, 8 હાર)
69.23% – મિશેલ માર્શ (39 મેચ, 27 જીત, 9 હાર, 3 NR)
66.67% – ગ્રીમ સ્મિથ (27 મેચ, 18 જીત, 9 હાર)

2023 પછી ICC વ્હાઇટ-બોલ ટુર્નામેન્ટમાં ભારતનો રેકોર્ડ
મેચ – 33, જીત – 31, હાર – 2

2023 પછી બહુરાષ્ટ્રીય T20I ટુર્નામેન્ટમાં ભારત
મેચ – 27, જીત – 25, હાર – 1 (આ ટુર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકા સામે)
કોઈ પરિણામ નહીં – 1

ફાઇનલમાં બુમરાહની બોલિંગ

જસપ્રીત બુમરાહે તેના 24 બોલમાંથી 21 બોલ 128 કિમી/કલાકથી ઓછી ઝડપે ફેંક્યા. તેણે 11 બોલમાં 4 વિકેટ લીધી. આ દરમિયાન ન્યુઝીલેન્ડના ઝડપી બોલરોએ 32 ધીમા બોલ ફેંક્યા અને 1 વિકેટે 83 રન બનાવ્યા.

2016 થી T20 વર્લ્ડ કપ નોકઆઉટ મેચ (સેમીફાઇનલ + ફાઇનલ)

કુલ મેચ – 15
લક્ષ્યનો પીછો કરતી ટીમ જીતી – 11 વખત
પહેલા બેટિંગ કરતી ટીમ જીતી – 4 વખત (ભારત ચારેય વખત જીત્યું)

T20 વર્લ્ડ કપ ફાઇનલ ટ્રેન્ડ

અત્યાર સુધી 10 ફાઇનલ રમાઈ છે.

પહેલા બેટિંગ કરતી ટીમ ફક્ત 4 વખત જીતી છે.

ભારત આ 4માંથી 3માં જીત્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, વિરાટ કોહલી, સચિન તેંડુલકર સહિત તમામ દિગ્ગજે પાઠવ્યા અભિનંદન

ટીમ ઇન્ડિયા વિશ્વ વિજેતા બનતાંની સાથે જ દિગ્ગજો દ્વારા શુભેચ્છાઓનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને સચિન તેંડુલકર અને વિરાટ કોહલી સહિતના લોકોએ ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાને ટ્વીટ કરી શુભકામના પાઠવતાં કહ્યું કે આ જીતે આખા દેશનું દિલ ખુશીઓથી ભરી દીધું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ સ્ટેડિયમ પર ઉપસ્થિત હતા તેમણે પણ ટીમની જીતને બિરદાવી હતી. જ્યારે સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર કહ્યું કે ભારતીય ટીમ આ ટ્રોફીની સાચી અને અસલ હક્કદાર હતી. કોહલીએ કહ્યું કે ભારતની વિસ્ફોટક બેટિંગનો કોઈ મુકાબલો જ હોતો.

ખેલાડી તરીકે 2, કોચ તરીકે 2 ટ્રોફી: ગંભીર જેવું કોઈ નહીં!

ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે એક એવો રેકોર્ડ બનાવ્યો છે જેના સુધી હજુ સુધી કોઈ પહોંચી શક્યું નથી. ગંભીરે હેડ કોચ તરીકે પહેલી આઈસીસી ટ્રોફી 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીના રૂપમાં જીતાડી હતી. આ ફાઈનલમાં પણ ભારતે ન્યુઝીલેન્ડને જ હરાવ્યું હતું. હવે હેડ કોચ તરીકે ટીમ ઇન્ડિયાને ટી-20 વર્લ્ડકપ પણ જીતાડ્યો છે. ગંભીર એવો પહેલો ક્રિકેટર બન્યો છે જેણે ખેલાડી અને કોચ તરીકે કુલ 4 આઈસીસી ટ્રોફી પોતાના નામે કરી છે. ગંભીરે ખેલાડી તરીકે 2007 ટી-20 વર્લ્ડકપ અને 2011 વન-ડે વર્લ્ડકપ જીત્યો હતો.

Tags:

CricketHistoryCricketVictoryIndiaChampionIndiaVsNewZealandIndiaWinsKarHarMaidanFatehT20ChampionsT20WorldCupTeamIndiaWorldCupFinal

Share Article

Other Articles

Previous

બહુચર્ચિત રાજકુમાર જાટ કેસમાં મોટો વળાંક: ગણેશ ગોંડલને મોટી રાહત, SITએ આપી ક્લીનચીટ, આક્ષેપો પાયાવિહોણા

Next

કર હર મૈદાન ફતેહ…પહેલીવાર ભારતે ન્યુઝીલેન્ડને વર્લ્ડકપમાં હરાવ્યું, ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન બનીને ઘણા ઈતિહાસ બદલાવી નાખ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
T20 World Cup final: મેદાનમાં ખુલ્લેઆમ હાર્દિક પંડયા-મહીકા શર્મા રોમેન્ટિક થતાં ફેન્સ ભડક્યા,ક્રિકેટર થયો ટ્રોલ  
12 મિનિટutes પહેલા
ભાજપ નેતાનો ધ્રુજારો: આ તો હાઇ કમાન્ડે સહન’ કરી લેવા કહ્યું છે બાકી હરિફો વિરુદ્ધ મસાલો’ મેં પણ તૈયાર કર્યો છે, સમયની જ રાહ જોઉં છું !
42 મિનિટutes પહેલા
Haryana Rajya Sabha Election: ભાજપે ગુજરાતના ડેપ્યુટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી, હરિયાણાના કેન્દ્રીય નિરીક્ષક બનાવાયા
1 કલાક પહેલા
રેલવેએ ડિમોલિશનની ધાર સજાવી: રાજકોટના લક્ષ્મીનગરના નાલા પાસે બુલડોઝરની ધણધણાટી, મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2966 Posts

Related Posts

અમેરિકાથી ક્યા ક્યા ગુજરાતી ડીપોર્ટ થયા…જુઓ યાદી
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
ઈ… પ્લાસ્ટિકના નહીં પણ પોષકતત્ત્વોથી ભરપૂર ફોર્ટિફાઈડ ચોખા છે
રાજકોટ
2 વર્ષ પહેલા
પોરબંદરના મહેશ્વરીબા જાડેજાએ વગાડ્યો ડંકો, એરફોર્સમાં જોડાનાર પ્રથમ અગ્નિવીર મહિલા 
રાજકોટ
2 વર્ષ પહેલા
આજે દિલ્હીના રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે ભાજપના રેખા ગુપ્તા, એમની સાથે 6 મંત્રીઓ પણ શપથ લઇ શકે છે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર