Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

વિધિમાં સોનુ શુધ્ધ કરવાના બહાને છેતરપિંડી : રાજકોટના યુવકને દ્વારકા બોલાવી સાધુના વેશમાં બે ગઠિયાએ 8 લાખના દાગીના પડાવી લીધા!

Sat, December 27 2025

રાજકોટના યુવક સાથે કથિત સાધુ બાવા દ્વારા વિશ્વાસ કેળવીને પ્રભુ પ્રકોપનો ભય બતાવીને રૂપિયા 8 લાખની કિંમતના દાગીનાની છેતરિંપડી કરવા સબબ દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણ અંગે રાજકોટમાં રહેતા નિર્મળભાઈ નામના એક યુવાને દ્વારકા પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ ગત તા.25 ઓક્ટોબર 2025ના રોજ રાત્રિના સમયે તેમને એક મોબાઈલ નંબર ઉપરથી ફોન આવ્યો હતો. તેઓ અવારનવાર સાધુ-સંત સાથે રહેતા હોય, તેની સાથે એક બાપુનો સંપર્ક થયો હતો. ત્યારે ફોનમાં વાત કર્યા મુજબ ઉપરોક્ત બાપુએ તેમને કહેલ કે ગુરુ દાદા સાથે વાત કરો, તેની પાસે રિદ્ધિ સિદ્ધિ મળશે અને તેઓ આશીર્વાદ આપશે. આ બાબતે બાપુ અને ગુરુ વિગેરે સાથે નિર્મળભાઈ બે દિવસ સંપર્કમાં રહ્યા હતા. ત્યાર બાદ તેમને ફોન કરીને કહેલ કે આવતીકાલે દ્વારકા આવો. ગુરુ દાદાએ તમને બોલાવ્યા છે અને તમારા દાગીના, સવા શેર ઘી, મીઠાઈ, પાંચ ફળ, ફૂલના હાર, ચોખા તથા પાણીની બોટલ સાથે લઈને આવજો.

આ પછી ગત તારીખ 27 ઓક્ટોબરના રોજ સવારના સમયે નિર્મળભાઈ, તેમના પત્ની તથા પુત્રી દ્વારકા ગયા હતા. જ્યાં સાંજે પહોંચ્યા બાદ તેઓએ દ્વારકાધીશના દર્શન કરી કર્યા હતા. એ પછી સાંજના આશરે સાતેક વાગ્યાના સમયે તેમને ચોક્કસ નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને તેઓએ દ્વારકાથી આશરે 10 કિલોમીટર દૂર નાગેશ્વર રોડ પર આવેલા ધ્રાસણવેલ ગામની સીમમાં પહોંચ્યા હતા. રાત્રિ જેવા સમયે અહીં ઊભા રહેલા એક અજાણ્યા શખ્સએ તેમને ગાડીમાંથી નીચે ઉતારીને બાવળની જાળીમાં અંદરની સાઈડ લઈ ગયા હતા. જ્યાં અંધારામાં બે શખ્સો મોઢા  ઉપર ભભૂતિ લગાડીને બેઠા હતા અને તેમને કહ્યું હતું કે શું લઈને આવ્યા છો? જેથી તેઓએ મીઠાઈ, ઘી સહિતની ચીજ વસ્તુઓ આપી દીધી હતી.

આ પણ વાંચો :31 ડિસેમ્બરે ઓનલાઈન ફૂડ ડિલિવરી બંધ: Zomato, Swiggy, Blinkit સહિતની કંપનીના કર્મચારીઓ નહીં કરે ડિલિવરી, જાણો શું છે કારણ

ત્યાર બાદ અહીં રહેલા ભભૂતિધારી અને સાધુ જેવા બે દેખાતા શખ્સોએ બધું સળગાવી અને ભડકો કર્યો હતો. તેઓએ યેનકેન પ્રકારે વિશ્વાસમાં લઈ, અને વિધિ જેવું કરતા એક શખ્સ જમીન ઉપર તરફડિયા મારવા લાગ્યો હતો અને બીજાએ કહેલ કે આનો જીવ બચાવવા માટે તમે સાથે લાવેલા દાગીના શુધ્ધ કરવા પડશે. તેમ કહેતા નિર્મળભાઈના પત્નીએ ચાર નંગ સોનાની વીંટી, સોનાનું પેન્ડલ, સહિત આશરે 7 થી 8 તોલાના દાગીના તેઓને આપી દીધા હતા.

આશરે રૂપિયા આઠ લાખ જેટલી કિંમતના દાગીના તેઓએ બોક્સમાં મુકાવી આ સોનુ શુદ્ધ થઈ જશે તેમ કહી બીજા દિવસે તમને આ દાગીના રાજકોટ – જામનગર રોડ ઉપર ઘંટેશ્વર રોડ પર આપી જવાનું કહી વિશ્વાસ કેળવ્યો હતો. આ પછી આશરે બે માસ જેટલો સમય થઈ ગયા પછી પણ ઉપરોક્ત શખ્સોએ તેઓના સોનાના દાગીના પરત ન આપતા અને તેમનો ફોન પણ બંધ હોવાથી આ સમગ્ર પ્રકરણ સંદર્ભે અજાણ્યા શખ્સો સામે દ્વારકા પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને છેતરિંપડી અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ બનાવ અંગે પોલીસે અજાણ્યા શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે. વર્તમાન સમયમાં આ પ્રકારે કહેવાતી ધાર્મિક વિધિ તેમજ થતી છેતરિંપડીના બનાવે ભારે ચર્ચા જગાવી છે.

Share Article

Other Articles

Previous

અલ ફ્લાહ યુનિવર્સિટીના ભંડોળથી ચેરમેન સિદ્દીકીનો પરિવાર માલામાલ! લાલ કિલ્લા કાર વિસ્ફોટ કેસમાં નવા ધડાકા

Next

31 ડિસેમ્બરે ઓનલાઈન ફૂડ ડિલિવરી બંધ: Zomato, Swiggy, Blinkit સહિતની કંપનીના કર્મચારીઓ નહીં કરે ડિલિવરી, જાણો શું છે કારણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
જો અમેરિકા ઈરાન પર હુમલો કરશે તો ઈંધણના ભાવમાં લાગશે આગ! નિષ્ણાતોની ચેતવણી; ક્રૂડ 100 ડોલરને પાર જઈ શકે; દુનિયા માટે ચિંતા
19 કલાક પહેલા
AUSW vs INDW: ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને ઘર આંગણે T20 શ્રેણીમાં હરાવી ધૂળ ચટાડી, સ્મૃતિ મંધાનાએ 6 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
20 કલાક પહેલા
દારુબંધીને લીધે લગ્નગાળામાં પાડોશી રાજ્યોને ફાયદો: ગુજરાતને 1500 કરોડનું નુકસાન, 500થી વધુ મોટા લગ્નો રાજસ્થાનમાં શિફ્ટ 
20 કલાક પહેલા
મને માનસિક રીતે તોડી પાડી,ત્રાસ આપ્યો…એપ્સટિન પીડિતાનું કંપારી છૂટે એવું નિવેદન, એપ્સટિન સેક્સ ટ્રાફિકિંગના અંધારા પાસાની ઝલક
21 કલાક પહેલા
Categories

નેશનલ

2916 Posts

Related Posts

રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુક્શાનની શક્યતા નહિવત
રાજકોટ
2 વર્ષ પહેલા
છઠ્ઠુ નોરતું માતા કાત્યાયનીને સમર્પિત : જાણો માતાજીનું સ્વરૂપ, પવિત્ર કથા અને પૂજાના મહત્વ વિશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગાઝિયાબાદની જિલ્લા અદાલતમાં વકીલો તોફાને ચડતાં લાઠીચાર્જ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમેરિકામાં ત્રણ અઠવાડિયા થી લાપતા બનેલા ભારતીય વિદ્યાર્થીની લાશ મળી
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર