ભારતીય નૌકાદળે શું કર્યું ? કેવી રીતે ક્યાં તાકાત બતાવી ? જુઓ
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે, ભારતીય નૌકાદળે પાક સીમા પર એન્ટી-શીપ ફાયરિંગનો એક વીડિયો શેર કર્યો છે. ભારતીય નૌકાદળે કવાયત માટે અનેક એન્ટી-શિપ ફાયરિંગ કર્યા હતા. જેના વીડિયો સામે આવ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે જહાજ પરથી લોન્ચ થયા પછી, મિસાઈલ તેના ટાર્ગેટને હીટ કરે છે અને તેની તરફ આગળ વધે છે. મિસાઇલ જે વસ્તુનો પીછો કરી રહી છે, તેની દિશા બદલાય છે તો મિસાઇલની દિશા પણ બદલાઈ જાય છે. આખરે મિસાઇલ તેના ટાર્ગેટને નષ્ટ કર્યા પછી જ સમુદ્રના પાણીમાં પડે છે.
ભારતીય સેનાએ પોતાની તૈયારીઓ પૂર્ણ કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. સેનાએ જેસલમેર સરહદ પર અર્જુન ટેન્ક સાથે પોતાની લશ્કરી તાકાત બતાવી હતી. સેનાના જવાનોએ અર્જુન ટેન્ક સાથે યુદ્ધ અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ જ્યાં કરવામાં આવ્યો હતો તે સ્થળ પાકિસ્તાન સરહદની નજીક આવેલું છે.
આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે મુઝફ્ફરાબાદમાં પાકિસ્તાની સેનાની મોટી હિલચાલ જોવા મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન સેના એલઓસી પર સૈનિકોને એકઠા કરવામાં વ્યસ્ત છે. ભારત આના પર નજીકથી નજર રાખી રહ્યું છે.
ભારતીય નૌકાદળનો આ વીડિયો પાકિસ્તાનની સ્થિતિ વધુ ખરાબ કરવા માટે પૂરતો છે. આ વીડિયો શેર કરતા, ભારતીય નૌકાદળે જણાવ્યું કે ભારતીય નૌકાદળના જહાજોએ લાંબા અંતરના સચોટ આક્રમક હુમલાઓ માટે પ્લેટફોર્મ, સિસ્ટમ્સ અને ક્રૂની તત્પરતાને ફરીથી પ્રમાણિત કરવા અને પ્રદર્શિત કરવા માટે અનેક સફળ એન્ટી-શિપ ફાયરિંગ કર્યા.
POKમા ભારે હલચલ, ઇમરજન્સી જાહેર, એમ્બ્યુલન્સ તૈયાર
બીજી બાજુ આ બધી તૈયારી જોઈને પાક કબજાગ્રસ્ત કાશ્મીરમાં ભયને લીધે હલચલ વધી ગઈ હતી અને આર્મી તથા મેડિકલ વિભાગમાં બધાની રજાઓ રદ કરી દઈને ઇમરજન્સી જાહેર કરાઇ હતી. એમ્બ્યુલન્સના પણ ખડકલા થઈ ગયા હતા. ભારત તરફથી મોટો હુમલો થશે તેવા ભયથી સૈનિકોની સંખ્યામાં પણ વધારો કરી દેવાયો હતો.