ટ્રમ્પનો યુ ટર્ન : કેનેડા પર 50 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય રદ કર્યો
કેનેડાની સ્ટીલ abeb એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સ પર 50 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પે મોકૂફ રાખતાં એક ખતરનાક ટ્રેડ વોરનો ભય કંઈક અંશે ઓછો થયો છે.
ટ્રમ્પે કેનેડા ઉપર 25 ટકા ટેરિફ લગાવ્યા બાદ કેનેડાએ વળતાં પગલાં તરીકે અમેરિકા લના ચાર રાજ્યોને કેનેડા તરફથી પૂરી પાડવામાં આવતી વીજળી પર 25 ટકા ટેક્સ વધારી દેતાં અમેરિકન નાગરિકોના બજેટ ખોરવાઈ જાય તેવી સ્થિતિ ઉભી થઈ હતી.
કેનેડાના આ પગલાંથી ધૂંધવાયેલા ટ્રમ્પે કેનેડાના સ્ટીલ અને એલ્યુમિનિયમ પર લાદેલી 25 ટકા ડ્યુટી વધારીને 50 ટકા કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
બન્ને દેશો વચ્ચે ફાટી નીકળેલા આ ટ્રેડ વોર ને પગલે અમેરિકી સ્ટોક માર્કેટમાં ભૂકંપ સર્જાયો હતો.
બાદમાં જો કે બન્ને દેશના વાણિજ્ય મંત્રીઓ વચ્ચે તાકીદનો વાર્તાલાપ થયા બાદ કેનેડાએ વીજળી ઉપર ટેક્સ લગાવવાનો નિર્ણય રદ કર્યો હતો અને અમેરિકાએ પણ પારોઠના પગલાં ભરી સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉપરનો વધારાનો ટેક્સ રદ કરવાની જાહેરાત કરી હતી