વડોદરા : ગૌરી વ્રતના જવારા વિસર્જનમાં દુર્ઘટના, યુવકનું ડૂબી જવાથી નીપજ્યું મોત
ગૌરી વ્રતના 5મા દિવસના વ્રત કરી જાગરણ કરીને કુંવારિકાઓ દ્વારા જવારા વિસર્જન કરવામાં આવે છે. ત્યારે વડોદરામાં ગૌરી વ્રતના જવારા વિસર્જનમાં દુર્ઘટના સર્જાઈ હતી. ગૌરી વ્રતના જવારા વિસર્જન માટે ગયેલો યુવક તળાવમાં ડૂબી ગયો હતો. ત્યારે ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન શરુ કર્યું હતું અને ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર આ ઘટના વડોદરાના વાડી વસ્તારની છે જ્યાં ગૌરી વ્રતનો છેલ્લો દિવસ હોવાથી મોડી રાત્રે અનેક સ્થળોએ જવારા વિસર્જન કરવામાં આવ્યા હતા. જે દરમિયાન વાડી વિસ્તારના મહાદેવ તળાવમાં જવારા વિસર્જન દરમિયાન એક યુવક ડૂબી જતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
જાગરણની રાત્રીએ જવારા વિસર્જન માટે યુવક તળાવ ખાતે પહોંચ્યો હતો અને તળાવમાં ડૂબી જતા ફાયરની ટીમ રેસ્ક્યુ કરવા પહોંચી હતી અને ભારે શોધખોળ કર્યા બાદ ફાયર બ્રિગેડે પ્રકાશ ચુનારા નામના 35 વર્ષ યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. યુવકનું મોત થતા પરિવારનો શોકમાં ગરકાવ થઇ ગયો છે ત્યારે પોલીસે મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે ખસેડી બનાવ અંગે તપાસ હાથ ધરી છે.