જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર પકડાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને કોર્ટે વધુ 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાનો હુકમ કર્યો હતો. જ્યોતિ મલ્હોત્રા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હિસાર કોર્ટમાં હાજર થઈ હતી, ત્યારબાદ જ્યોતિને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી. હવે જ્યોતિ મલ્હોત્રા 23 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેશે.

આ માહિતી જ્યોતિ મલ્હોત્રાના એડવોકેટ કુમાર મુકેશ દ્વારા આપવામાં આવી હતી. સિવિલ લાઇન્સ પોલીસે જાસૂસીના આરોપો સહિત અનેક કલમો હેઠળ જ્યોતિ મલ્હોત્રા સામે કેસ નોંધ્યો હતો.હિસારની રહેવાસી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને છેલ્લી વખત હિસાર કોર્ટમાં હાજર થયા બાદ 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી. સોમવારે તેને ફરીથી વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા હિસાર કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત
યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાના પાકિસ્તાની અધિકારીઓ સાથેના સંબંધો સતત ખુલી રહ્યા છે. પહેલા જ્યોતિના દાનિશ સાથેના સંબંધો ખુલ્યા હતા. પછી ખુલાસો થયો કે જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાનના નિવૃત્ત સબ-ઇન્સ્પેક્ટર નાસિર ઢિલ્લોન સાથે પણ સંપર્કમાં હતી.