ગુજરાતમાં ક્રાઈમ રેટમાં વધારો થઈ રહ્યો છે. હાલ તો આરોપીઓ કોઈ ઘટનાને અંજામ આપવા માટે યુટ્યુબનો સહારો લઇ રહ્યા છે તો ત્યારે વધુ એક ઘટના દાહોદમાં સામે આવી છે જેમાં કંકાસથી કંટાળીને પતિએ ગર્ભવતી પત્નીને ઉંઘની 20 ગોળી પીવડાવી હત્યા કરી હતી અને મહત્વની વાત તો એ છે કે કઈ દવા કેટલી અસર કરે કેટલા સમય માં મોત થાય એ તમામ માહિતી યુ ટ્યુબ ઉપર થી જોઈ ઘટના ને અંજામ આપ્યો હતો ત્યારે આ મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના દાહોદ ના નાનાડબગર વાસની છે જ્યાં થોડા દિવસ પહેલા મેહુલ પરમારની પત્ની નું 20 જૂન ના રોજ મોત થતાં નજીક માં જ મોટાડબગરવાડમાં રહેતા ડીમ્પલના માતા પિતા સહિત પરિવારજનોએ સાસરીયા પક્ષે હત્યા કરી હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. જેને પગલે મૃતકની સાસરી માં પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને મૃતદેહ ને જોતાં મૃતક ના શરીરે નાનામોટા ઇજા ના નિશાન પણ જોવાતા પોલીસ ને પણ શંકા થઈ હતી પોલીસે અકસ્માત અન્વયે ગુનો દાખલ કરી મૃતદેહ ને પોર્સ્ટ મોર્ટ્મ માટે મોકલ્યો હતો જેનો રિપોર્ટ આજે આવતા ચોકાવનારો ખુલાસો થયો હતો.
મૃતક ડીમ્પલને દોઢ માસનો ગર્ભ હતો અને તેનું મોત ઝે ના કારણે મોત થયું હોવાનો ખુલાસો થયો હતો જેને પગલે પોલીસે મૃતક ના પતિ મેહુલ પરમાર ની અટકાયત કરી પૂછપરછ કરતાં તેને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. બંને પતિ પત્ની વચ્ચે અવાર નવાર થતી તકરારને લઈ મેહુલે યુ ટ્યુબ ઉપર કઈ દવાની કેટલી અસર હોય છે કઈ દવા થી કેટલા સમયમાં મોત થાય તે અંગે સર્ચ કર્યું હતું. ત્યારબાદ ઊંઘની 20 ગોળી લાવી તેનો પાઉડર બનાવી દૂધમાં ભેળવી દીધો હતો અને તે ડીમ્પલ ને જબરજસ્તી પીવાડી મોઢું દબાવી દીધું હતું. બાદમાં ડીમ્પલ નું મોત નીપજયું હતું પોલીસે મેહુલ વિરુધ્ધ હત્યા નો ગુનો દાખલ કરી કોર્ટ માં રજૂ કરાતા કોર્ટે પાંચ દિવસ ના રિમાન્ડ મંજૂર કર્યા હતા