સુનિતા વિલિયમ્સનો રાજકોટ સાથે અનોખો સંબધ, ખૂબ જ ઓછા લોકોને ખબર હશે એ આ વાત !!
આજે દિલના પાથરણાં કરવાનો રૂડો અવસર છે. ભારતની સુપુત્રી એક અનોખો ઇતિહાસ આલેખીને ધરતી પર પાછી ફરી છે . અવકાશમાં ફસાયેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના અને 13 દિવસ પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. તેમની સાથે, આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં હાજર ક્રૂ-9 ના બે વધુ અવકાશયાત્રીઓ, નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ 18મીએ મગળવારે અવકાશ મથક છોડી ગયા હતા.
સુનિતા વિલિયમ્સ અને તેમનાં પરિવારનો રાજકોટ સાથે જૂનો નાતો
દેશ અને દુનિયાનું નામ રોશન કરનાર સફળ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમનાં પરિવારનો રાજકોટ સાથે જૂનો નાતો રહેલો રહેલો છે.ખાસ કરીને રાજકોટમાં આવેલા કાઠીયાવાડ બાલાશ્રમ સાથે સુનિતા વિલિયમ્સ પરિવાર લાગણી સાથે જોડાયેલો છે.
એક સમયે સુનિતાના બહેન દિનાબેન પંડ્યાએ રાજકોટ કાઠીયાવાડ બાલઆશ્રમ ના બાળકને દત્તક લેવા માટે એપ્લિકેશન કરી હતી.
વિલિયમ્સના બહેન રાજકોટની આ સંસ્થાના બાળકને દત્તક લેવા ઇચ્છતા હતા
આજે સુનિતા વિલિયમ્સ લાંબા સમય બાદ પૃથ્વી પર આવી રહી છે ત્યારે આ અતીતની યાદોને કાઠીયાવાડ બાલાશ્રમ સાથે વર્ષોથી જોડાયેલા જ્યોત્સનાબેન અજુડિયાએ “વોઇસ ઓફ ડે” સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,આ વાત વર્ષ 2008ની છે.સુનિતા વિલિયમ્સના બહેન દિનાબેન આપણી રાજકોટની આ સંસ્થાના બાળકને દત્તક લેવા ઇચ્છતા હતા.
તેમના તરફથી કમ્યુનિકેશન કરવામાં આવ્યું હતું અને યુ.એસ.ની એજન્સીએ કાઠીયાવાડ બાલાશ્રમ નો સંપર્ક કરી દીનાબેન વતી એક અરજી પણ કરી હતી.આ સમયે બાળક દત્તક લેવાની પ્રક્રિયા કારા દ્વારા થતી જ હતી.નિયમો અનુસાર સીધા બાળઆશ્રમથી દત્તક લઈ શકાતા હતા. જો કે તેમના દ્વારા એપ્લિકેશન થયાં બાદ તેમની અરજી પરત ખેંચી લીધી હતી.નહિ તો આજે સુનિતા વિલિયમ્સને કડીની જેમ રાજકોટ સાથે પણ સીધો સંબંધ હોત….!!!