વિદ્યાર્થીઓનું વેકેશન અંતિમ તબક્કામાં : 9 જુનથી સ્કૂલો શરૂ થશે, આ તારીખથી રાજકોટમાં ઉજવાશે શાળા પ્રવેશોત્સવ
નવું શિક્ષણ પત્ર શરૂ થવાને આડે હવે થોડા દિવસો બાકી છે, 9 જૂનથી શૈક્ષણિક વર્ષનું નવું સત્ર શરૂ થશે. 35 દિવસના વેકેશન બાદ ફરીથી શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠશે.જો કે ખાનગી અને અંગ્રેજી માધ્યમની અમુક સ્કૂલો 7 જુનથી શરૂ થઈ જશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2024-25 ની વાર્ષિક પરીક્ષા પુરી થઈ ગયા બાદ પરિણામો પણ જાહેર થઈ ગયા છે. ઉનાળુ વેકેશન 35 દિવસનું છે.જેમાં મોટા ભાગની રજાઓ પૂરી થઈ ગઈ છે.
આગામી મહિનાથી સ્કૂલ શરૂ થઈ રહી હોવાથી યુનિફોર્મ અને બુક્સ,સ્ટેશનરી સહિતની તૈયારીઓ બાળકો કરી રહ્યા છે.વેકેશનની મોજ બાદ ફરી બાળકો તેમના અભ્યાસમાં પરોવાઈ જશે.ડી.ઇ.ઓ.દીક્ષિત પટેલનાં જણાવ્યા મુજબ આગામી 18 થી 20 જૂન સુધી શાળા પ્રવેશ ઉત્સવ ઉજવવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.રાજકોટ જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.