સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી 16 જૂનથી 4 મહિના માટે બંધ કરાશે
ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા આગામી 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. દર વર્ષે ચોમાસા દરમિયાન વન્યજીવો (ખાસ કરીને સિંહો)નો સંવનન કાળ (મેટિંગ પીરિયડ) હોવાથી અને કુદરતી પ્રક્રિયામાં ખલેલ ન પહોંચે તે માટે આ ચાર મહિનાનું વેકેશન રાખવામાં આવે છે. આ ઉપરાંત, ભારે વરસાદને કારણે જંગલના કાચા રસ્તાઓ ધોવાઈ જવાની ભીતિ તેમજ હિરણ, શિંગોડા, મચ્છુન્દ્રી અને રાવલ જેવી નદીઓમાં પૂરના જોખમને કારણે પ્રવાસીઓની સુરક્ષા અર્થે જંગલમાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
