- પદાધિકારીઓ આ રસ્તા માટે પણ થોડી ગ્રાન્ટ ફાળવે
- થોડા સમય પૂર્વે જ મરમત કરેલા રસ્તાનું સામાન્ય વરસાદમાં ધોવાણ થતાં શહેરીજનો ત્રસ્ત : મસમોટા ખાડા કોઈનો જીવ ન લ્યે તો શારું
ચોકડીએથી જામનગર અને મોરબી જવા માટે ઊભા રહેતા મુશફરોને પણ જીવનો જોખમ
વોઇસ ઓફ ડે રાજકોટ
પ્રજાનો અવાજ બનીને તંત્રના બહેરા કાન સુધી તેને પહોંચાડવાની નેમ સાથે કાર્ય કરી રહેલા ‘વોઈસ ઓફ ડે’ દ્વારા ઈંડા-નોનવેજની ગેરકાયદેસર ખડકાયેલી રેંકડીઓ સામેનો અવાજ બુલંદ કરીને તંત્રને ઢંઢોળ્યા બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. અને ત્યાર બાદ ટ્રાફિક લક્ષી ઝુંબેશ ઉપાડી હતી. જે પણ લોકોને ઉપયોગી બની હતી. અને આ ઝુંબેશને પણ ખુદ પદાધિકારીઓ દ્વારા આવકારવામાં આવી હતી.અને ટ્રાફિકના નિયમોનું વાહન ચાલકોને કડક રીતે પાલન કરાવવામાં આવ્યું હતું. જ્યારે વોઇસ ઓફ ડે દ્વારા વધુ એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં સ્માર્ટ સિટીના સ્માર્ટ રસ્તાની સાચી તસવીર અધિકારીઓને દેખાડવાનું છે.અને જ્યાર સુધી તંત્રના બહેરા કાન સુધી વાત નહીં પહોંચે અને રસ્તાને મરમત કરવાનું કામ શરૂ નહિ કરવામાં આવે ત્યાંર સુધી આ નેમ શરૂ રાખવામાં આવની છે.
વરસાદ શરૂ થતાં જ રાજકોટમાં જાણે પ્રજાએ ચૂકવેલા ટેક્સના રૂપિયાનું પણ ધોવાણ થઈ જતું હોય છે.શહેરના રોડ-રસ્તાની હાલત સાવ ખખડધજ બની ગઇ છે. ઠેર-ઠેર રસ્તા પર ખાડાનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શહેરના રોડ પર મસમોટા ખાડા પડી જતા વરસાદી પાણી પણ ભરાઇ જાય છે અને રાહદારીઓ-વાહનચાલકોને પણ હાલાકી ભોગવવી પડે છે. અને સામાન્ય વરસાદમાં જ આ હાલાકીનો પ્રજાને સામનો કરવો પડી રહ્યો છે.
આ જે તમે તસવીર જોઈ રહ્યા છો.તે માધાપર ચોકડી પરની છે.તમને યાદ જ હશે કે થોડા સમય પૂર્વે જ આ બ્રિજને બનાવવામાં આવ્યો હતો. અને તેની સાથે રોડની પણ મરમત કરવામાં આવી હતી. પરંતુ થોડા સમયમાં જ આ રસ્તાનું ધોવાણ થઈ ગયું છે. અને રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે. અને તેના કારણે અકસ્માતની ભીતિ પણ વધી છે.માધાપર ચોકડી પરથી રોજિંદા હજારો વાહન ચાલકો પસાર થતાં હશે અને તેઓને આ માર્ગ પરથી જતાં પહેલા પોતાનો વીમો કરવો પડે તેવી હાલત આ રસ્તાની બની ગઈ છે.
મનપાની સ્ટેન્ડિંગ કમિટી મળે છે. અને અનેક વસ્તુઓમાં ગ્રાન્ટ ફાળવે છે. પરંતુ આ રસ્તાઓ તો જાણે તેમના ધ્યાનમાં જ ન આવતા હોય તેવું લાગી રહ્યું છે. જેથી આ રસ્તાની મરમત કરવા કોઈ કામગીરી કરવાંઆ આવી જ નથી. જો વહેલી તકે આ રસ્તાની કામગીરી કરવામાં ન આવી તો અહી કોઈનો જીવ જતાં પણ વાર નહીં લાગે.જેથી પદાધિકારીઓ આ રસ્તા પર થોડું ધ્યાન આપે અને કામગીરી શરૂ કરાવે.