વોઇસ ઓફ ડે, રાજકોટ
વીંછિયા તાલુકાના રેવાણીયા ગામે રહેતા વૃદ્ધ દંપતીને કૌટુંબીક ભાઈ તથા ભત્રીજાએ જમીન મુદ્દે ચાલતી તકરારનો ખાર રાખી માર માર્યો હતો.બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વિગતો અનુસાર, રેવાણીયા ગામે રહેતા પોપટભાઈ નરસિંહભાઈ મકવાણા (ઉં.વ. 70) અને તેમના પત્ની દૂધીબેન પોપટભાઈ મકવાણા (ઉં.વ.65) બંને દંપતી વાડીએ હતા. આરોપી ત્યારે સંગ્રામ,વિનુ અને રમેશ ઘસી આવી પાઇપ અને ધારિયાવડે હૂમલો કરીને બંને વૃદ્ધ દંપતિને ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપીઓ નાશી છૂટ્યા હતા. બંનેને વીંછિયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.