- પતિ સાથે બાઇકમાં જતાં હતા ત્યારે ગઠિયાએ ચેન ઝૂંટવી લીધો
શહેરમાં રેલનગરમાં રહેતાં 66 વર્ષીય વૃદ્ધાના તેમના પતિ સાથે બાઇકમાં બેસી રામનાથપરામાં ચાંદના દર્શન કરવાં જતાં હતાં ત્યારે કપિલા હનુમાન મેઈન રોડ પર પહોંચ્યા તે સમયે ત્યાં ઘસી આવેલા અજાણ્યાં શખ્સે વૃધ્ધાના ગળામાં ઝોંટ મારી રૂ.1 લાખના ચેઇનની ચીલઝડપ કરતાં એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
બનાવની મળતી માહિતી મુજબ રેલનગર મેઈન રોડ પર જાડેજા ચોકમાં રહેતાં રત્નાબેન હરેશભાઈ મુલચંદાણીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સિંધી તહેવાર ત્રીજ હોય જેથી તેણી ત્રીજ રહેલ હતી અને તેઓ ચાંદના દર્શન કરવા માટે પતિ સાથે એક્ટીવા લઈને રામનાથ પરા સ્મશાન પાસેના પુલ તરફ આવેલ ખુલા પ્લોટમાં જતાં હતા ત્યારે રેલ્વે સ્ટેશનથી મોચી બજાર ચોક થઈ કપીલા હનુમાન વાળા રોડ પર પહોંચતા તેમના ગળામા કંઈક લાગેલ તેવુ લાગતા ગળામા હાથ ફેરવેલ તો તેમને ગળામા પહેરેલ 23 ગ્રામનો સોનાનો ચેઈન તથા તેમા રહેલ સોનાનુ પેડલ રૂ.1 લાખ જે જોવા મળેલ નહી અને તેમની પાછળ આવતો એક બાઈક ચાલક ચેન ઝૂંટવી જતો હોવાનું માલૂમ પડ્યું હતું જેથી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરની શોધખોળ કરી છે.