Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

2036 ઓલિમ્પિકની તૈયારી અત્યારથી: અમદાવાદમાં બનશે દેશનું સૌથી અત્યાધુનિક સ્પાઇન અને સ્પોર્ટ્સ રિહેબ સેન્ટર

Wed, June 17 2026

વિશ્વ કક્ષાનું “સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ, સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર અને રિહેબિલિટેશન સેન્ટર” : આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયા

વર્ષ ૨૦૩૦ની કોમનવેલ્થ અને ૨૦૩૬ની ઓલિમ્પિક ગેમ્સને ધ્યાનમાં રાખી વર્તમાન તેમજ ભાવિ આરોગ્યલક્ષી પડકારોને પહોંચી વળવા ગુજરાત સજ્જ: આરોગ્યમંત્રી

છેલ્લા ત્રણ વર્ષમાં સ્પાઈન સર્જરીમાં એક પણ ઈન્ફેક્શનનો કેસ નહીં આવવા બદલ અભિનંદન પાઠવતા આરોગ્યમંત્રી  પ્રફૂલ પાનશેરીયા

‘સ્પાઇન અને સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર’ આયોજન-પ્રગતિ અંગે આજે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી  પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ

ગુજરાતમાં કરોડરજ્જુ-સ્પાઇનના રોગોના ભારણને પહોંચી વળવા તેમજ આગામી વૈશ્વિક રમતગમત મહોત્સવોને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મેડિસિટી ખાતે અંદાજે રૂ. ૨૯૫ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ, સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર અને રિહેબિલિટેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવશે તેમ, આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું છે.

આ પ્રોજેક્ટના આયોજન – પ્રગતિ અંગે આજે ગાંધીનગર ખાતે આરોગ્યમંત્રી  પાનશેરીયાની  અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટના નિયામક ડૉ. પિયુષ મિત્તલ, આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ પીઆઈયુના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: કચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

આ બેઠક  અંગે વધુ વિગતો આપતા આરોગ્ય મંત્રી  પ્રફુલભાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી વર્ષ ૨૦૩૦માં કોમનવેલ્થ તથા વર્ષ ૨૦૩૬માં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત પ્રયાસરત છે.મંત્રીએ કહ્યું કે, રાજ્યના રમતવીરોને વૈશ્વિક સ્તરની તબીબી અને પુનર્વસન સુવિધાઓ રાજ્યમાં જ મળી રહે તે માટે આ  ઈન્સ્ટિટ્યૂટ આશિર્વાદરૂપ સાબિત થશે. સમગ્ર આયોજનની રૂપરેખા આપતાં આરોગ્યમંત્રીએ જણાવ્યું કે, આપણું લક્ષ્ય માત્ર સારવાર આપવાનું નથી, પરંતુ ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે ગુજરાતને સ્પોર્ટ્સ મેડિસિન અને સ્પાઇન કેરનું ગ્લોબલ હબ બનાવવાનું છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં સ્પાઈન સર્જરીમાં એકપણ ઇન્ફેકશનનો કેસ આવ્યો નથી, તે બદલ આરોગ્ય મંત્રીએ તબીબોને અભિનંદન પાઠવ્યા હતા.

આરોગ્ય મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, આ સંકુલમાં સુપર-સ્પેશિયાલિસ્ટ માનવબળ તૈયાર કરવા માટે અદ્યતન શૈક્ષણિક સુવિધાઓથી સજ્જ કોલેજોની સ્થાપના કરવામાં આવશે તેમ જ સ્પાઇન અને સ્પોર્ટ્સ મેડિસિન ક્ષેત્રે વૈશ્વિક સ્તરનું સંશોધન થઈ શકે તે માટેની વિશેષ વ્યવસ્થાઓ પણ વિકસાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં દેશ-વિદેશના નિષ્ણાતો અહીં પોતાની સેવાઓ અને જ્ઞાનનો લાભ આપી શકે.

પ્રસ્તાવિત સંકુલમાં સ્પાઇનના રોગો તેમજ રમતગમત સંબંધિત ઇજાઓના સચોટ નિદાન, સારવાર અને પુનર્વસન માટેની તમામ આધુનિક સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશ, તેમ પણ આરોગ્યમંત્રીએ ઉમેર્યું. ઉલ્લેખનીય છે કે અદ્યતન સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ ખાતે જટિલ સ્પાઇન સર્જરી, સ્પોર્ટ્સ ઇન્જરી સેન્ટર, વર્લ્ડ ક્લાસ રિહેબિલિટેશન સેન્ટર જેવી સુવિધાઓ આપવામાં આવશે. આ બેઠકમાં મંત્રીએ પ્રોજેક્ટની સમય મર્યાદા નક્કી કરવા, ગુણવત્તાયુક્ત અને ઝડપી કામગીરી કરવા માટે PIU અને વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

Tags:

AhmedabadAdvancementAhmedabadRehabAthleteCareCommunityHealthExcitedFor2036FitnessForFutureFutureAthletesHealthcareInSportsHealthyAthletesInnovationInSportsOlympicDreamsOlympicReadyOlympics20236PreparationsFor2036RehabCenterSpineAndSportsRehabSportsFacilitySportsMedicineSportsPerformance

Share Article

Other Articles

Previous

૨૫ વર્ષના ભારતીય યુવાનની ૬૦ બિલિયન ડોલરની છલાંગ!

Next

કચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
અયોધ્યા રામ મંદિરના ‘દાન કૌભાંડ’ થી લઈને તિરુપતિ-પુરી સુધીની કડવી વાસ્તવિકતા!
6 મિનિટutes પહેલા
૨૫ વર્ષના ભારતીય યુવાનની ૬૦ બિલિયન ડોલરની છલાંગ!
13 મિનિટutes પહેલા
2036 ઓલિમ્પિકની તૈયારી અત્યારથી: અમદાવાદમાં બનશે દેશનું સૌથી અત્યાધુનિક સ્પાઇન અને સ્પોર્ટ્સ રિહેબ સેન્ટર
1 કલાક પહેલા
કચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
3 કલાક પહેલા
Categories

નેશનલ

3105 Posts

Related Posts

ગુજરાત બજેટ 2025 : દિવ્યાંગો માટે સંત સુખદાસ યોજનાની જાહેરાત, વાર્ષિક રૂ.12 હજારની સહાય આપવાની જોગવાઈ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મહાકુંભના આજે પ્રથમ દિવસે 1.50 કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું : હર હર ગાંગેનો આકાશ ચિરતો નાદ ગુંજી ઉઠ્યો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગોંડલમાં પ્રાચીન પૌરાણિક સુરેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રથમ વખત સુકામેવાની દ્વાદર્શ જ્યોતિર્લિંગની ઝાંખી તૈયાર કરવામાં આવી..જુઓ વિડિયો..
રાજકોટ
3 વર્ષ પહેલા
બટોગે તો કટોગે મુદ્દે મહાયુતિ અને ભાજપમાં જ ‘ભાગલા ‘
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર