ટ્રાફીકમાં પ્રજાજનો ત્રસ્ત, ટ્રાફિક પોલીસ મોબાઈલમાં મસ્ત: રાજકોટના અલગ અલગ વિસ્તારની જુઓ તસવીરો
રાજકાટ અકસ્માતોનું પ્રમાણ ઘટે, ફિલ્ડમાં સ્ટાફની ઘટ ન પડે તે માટે હવે તો ટ્રાફિક બ્રાંચમાં સ્ટ્રેન્થ પણ પહેલાથી વધુ છે. મદદમાં 800થી વધુ વોર્ડન, બ્રીગેડની ફૌજ અપાયેલી છે. શહેરને ચાર ઝોનમાં વહેંચી તમામ ઝોનમાં પી.આઈ. તેમનાં ઉપર ટ્રાફિક એસીપી, ડીસીપી અને ટ્રાફિક હવાલાની વિશેષ જવાબદારી માટે એડી. સી.પી. છે. ટ્રાફિક શાખાના સ્ટાફને આમ છતાં કોઈ ડર ન હોય અથવા તો આપણને જે પોઇન્ટ સોંપાય ત્યાં જવાનું અને પછી થાય તે કરવાનું… જેવી જાણે નિયતને ખોટ હશે? આવા દૃશ્યો અનેક માર્ગો કે પોઈન્ટસ, સર્કલો પર જોવા મળે છે. એક પોઈન્ટ, સર્કલે ટ્રાફિક પોલીસ, વોર્ડનોનો કાફલો હોય પરંતુ જાણે મોબાઈલનું વળગણ અને આરામની લત્ત લાગી હોય તેવા દૃશ્યો જોવા મળે છે.


ખુણો, છાંયડો શોધી લે અને ત્યાં વાહન કે જે હાથ આવ્યું તેના પર આરામ ફરમાવે. હાથમાં મોબાઇલ લઇ ફોનમાં એવા તો મગ્ન કે ઓતપ્રોત હોય છે કે ગમે તેવો ટ્રાફિક જામ થાય પેટનું પાણી ન હલે. આપડે તો આરામ અને મોબાઈલમાં મસ્ત… થોડા આવા દૃશ્યો અહીં પ્રસ્તુત તસ્વીરોમાં નાણાંવટી ચોકમાં પોલીસ કર્મી અને વોર્ડન બન્ને મોબાઈલમાં મગ્ન છે. શિતલ પાર્ક ચોકમાં ‘ચે આરામ કા મામલા’ હવે વોર્ડનો બાઈકની ઘોડીઓ ચડાવીને મોબાઈલમાં મસ્ત છે. પોલીસ જવાન બાપડો વ્યવસ્થા જોઈ રહ્યો છે. માધાપર સર્કલ તેમજ સૌથી વધુ ટ્રાફિક સમસ્યા વારંવાર રહે છે તે કોટેચા ચોકમાં ઘુલેસીયા સ્કૂલના કોર્નર અને સામે સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ પાસે પણ સ્ટાફ વાહનો પર વિશ્રામ, મોબાઈલમાં રત દેખાય છે.


નાના મવા સર્કલ પાસે સાઇડમાં નિરાંત આવા ઠેર-ઠેર દશ્યો જોવા મળે છે. કદાચ અધિકારીઓ CCTVમાં જુવે તો પણ દેખાય જ. એ વાત પણ સમજવી પડે કે, પોલીસ, વોર્ડન પણ માનવી છે તેઓને પણ સતત ખડાપગે રહેતા થોડો આરામ જોઈએ. કાળઝાળ ગરમીમાં છાંયો પણ જોઇએ. પરંતુ એક સાથે પુરો કાફલો સાફડમાં વાહનો પર વિશ્રામ કરે, મોબાઈલમાં મસ્ત બની જાય છે તેના બદલે બે-ત્રણનો સ્ટાફ થોડી વાર વિસામો લે અને ત્યારબાદ બીજી ટીમ થોડો આરામ ફરમાવે એવું થઇ શકે, તેના બદલે એક સાથે પુરો કાફલો નિરાંત લેવા માંડે, મોબાઈલમાં મસ્ત બની જતો હોવાથી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાતી રહે છે. બધા સરખા પણ નથી હોતા ઘણા ફરજનિષ્ઠ પણ છે.
