ગુજરાતમાં પણ ચોમાસુ વહેલુ બેસશે : આ તારીખે મેઘરાજા થશે આગમન, જાણો હવામાન વિભાગની આગાહી
કેરળ અને કર્ણાટકમાં ચોમાસુ બેસી ગયા બાદ હવે મહારાષ્ટ્રમાં પણ બેસી ગયુ છે. મુંબઈમાં પણ આગલા ત્રણેક દિવસમાં મુંબઈમાં પણ પગરણ થશે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં 7 જુન અને મુંબઈમાં 11 જુન આસપાસ ચોમાસુ બેસતુ હોય છે પણ આ વખતે 12 દિવસ વહેલુ બેસી ગયુ છે. જો આ જ ઝડપ રહેશે તો ગુજરાતમાં પણ આ વખતે ચોમાસું વહેલુ એટલે કે જુનના પહેલા અઠવાડિયામાં બેસી જશે. નોર્મલી ગુજરાતમાં 15 જુન આસપાસ ચોમાસું દસ્તક દેતું હોય છે.
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, નૈઋત્યનું ચોમાસુ રવિવારે અરબી સમુદ્ર, કર્ણાટક ગોવા,મહારાષ્ટ્રનાં કેટલાંક વિસ્તારો, ઉત્તર બંગાળની ખાડી, મિઝોરમ, મણીપુર અને નાગલેન્દ્નાકેત્લાક ભાગમાં પહોંચી ગયું છે. હવામાન ખાતાએ એમ પણ જણાવાયું છે કે, મુંબઈ સહીત મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચોમાસુ આગળ વધવા માટે અનુકુળ સંજોગો છે. હાલમાં કોંકણ અને મુંબઈમાં બે દિવસથી પ્રિ-મોન્સુન વરસાદ પડી રહ્યો છે. જે ઝડપે ચોમાસુ આગળ વધી રહ્યું છે તે જોતા ગુજરાતમાં પણ આ વખતે જુનના પહેલા અઠવાડિયામાં ચોમાસાનું આગમન થઇ શકે છે.
આવનારા કેટલાક દિવસોમાં છતીસગઢ, મધ્યપ્રદેશ, કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઓરિસ્સા, બિહાર, ઉત્તરાખંડ,. હિમાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં હવાનું દબાણ ઉભુ થઇ રહ્યું છે અને તેને લીધે દરિયામાં પણ ઊંચા ઊંચા મોજા ઉછળી શકે છે.