ગોંડલ, અમરેલીમાં મીની વાવાઝોડું ફૂંકાયુ : કરા સાથે ભારે વરસાદ
ગુરુવારે (22 મે) રાજ્યમાં અસહ્ય બફારા અને ઉકળાટ બાદ સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ગોંડલ, અમરેલી, ચોટીલા સહિતના પંથકમાં ભારે પવન ફૂંકાતા મીની વાવાઝોડા જેવા માહોલમાં વરસાદ વરસવાની સાથે અમરેલીના વડિયા પંથકમાં કરા પણ પડ્યા હતા.બીજી તરફ કોટડા સાંગાણી તાલુકાના કરમાળની સીમમાં ઘેટાં બકરા ઉપર વીજળી પડતા 10 જેટલા ઘેટાં બકરાના મૃત્યુ નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.
હવામાન વિભાગના વરસાદના ઓરેન્જ અને યલો એલર્ટ વચ્ચે ગુરુવારે અસહ્ય ગરમી અને બફારા બાદ સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા ગોંડલ, અમરેલી અને રાજકોટમાં મીની વાવાઝોડાની જેમ પવન ફૂંકાયો હતો.ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં વરસાદને કારણે અનેક જણસીઓ પલળી ગઈ હતી તો અમરેલી જિલ્લામાં પણ સાંજના સમયે હવામાનમાં આવ્યો હતો.સાથે જ વડિયામાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. એજ રીતે ચોટીલા પંથકમાં પણ સાંજના સમયે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
દરમિયાન ગુરુવારે સાંજના સમયે વાતાવરણમાં પ્લાટા સાથે કોટડાસાંગાણી તાલુકામાં પણ ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો તેમજ કોટડાસાંગાણી તાલુકાના કરમાળ ગામની સીમ વિસ્તારમાં વીજળી પડતા 10 જેટલા ઘેટાં બકરાના મૃત્યુ નિપજ્યા હોવાના સમાચારો મળી રહ્યા છે.