Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

ગુડ ફેલોઝ: રતન ટાટાના મિત્રની કહાની… સારા માણસોની સોબત કેટલી આવશ્યક છે તેનો તાજો દાખલો !!

Sun, October 13 2024

રતન ટાટાના શોકમાં આખો દેશ અમુક અંશે ગરકાવ છે. બધાને એકસાથે દુઃખ થયું હોય એવી એ હસ્તી હતા. તેમની સાથે એક વાંકડિયા વાળ વાળો છોકરો હંમેશા દેખાતો. જે તેમનો મિત્ર છે. ખૂબ નાનો મિત્ર.  ‘પ્રેમની કિંમત પીડાથી ચૂકવવી પડે છે. આ મિત્રતા બાદ હવે જે ખાલીપો મારા જીવનમાં એ પૂરવા માટે હું જીવનભર પ્રયાસ કરીશ.’

આ શબ્દો છે રતન ટાટાના સૌથી યુવાન મિત્રના. રતન ટાટાની અંતિમક્રિયા વખતે તેઓના એક યુવા મિત્ર અને સહયોગીએ દેશભરના લોકોનું ધ્યાન ખેંચ્યું. એ યુવા મિત્રનું નામ છે શાંતનુ નાયડુ. ટાટાના મૃત્યુ બાદ ઉપર પ્રમાણેની સોશિયલ મીડિયા પોસ્ટમાં તેણે દુઃખ વ્યક્ત કર્યું હતું.

રતન ટાટાના નિધન બાદ દેશને એક બિઝનેસમેન, સમાજસેવક અને વિચારકની ખોટ પડશે. લોકો એમને ટાટા નેનો કે ટાટા કનસલ્ટન્સી સર્વિસ જેવા અનેક અલગ અલગ કારણથી યાદ કરશે પરંતુ આ વ્યક્તિએ સમાજને આપેલા કેટલાક એવા સ્ટાર્ટ અપ્સ અને આઈડિયાઝ પણ છે જેના વિશે બહુ ઓછાં લોકો જાણે છે. બિઝનેસમેન અને આંત્રપ્રીન્યોર વચ્ચેનો ભેદ સમજાવતી વખતે એક બાબત પર ખાસ ભાર મૂકવામાં આવે છે અને એ છે જે તે વ્યક્તિના કારણે સમાજમાં આવતું પરિવર્તન. કોઈ વ્યક્તિ માત્ર પોતાનો ધંધો વધારવા માટે કે પૈસા કમાવા માટે જ બીઝનેસ કરે છે કે એના કામના કારણે સમાજમાં કંઇક સકારાત્મક પરિવર્તન પણ આવે છે? અહીં મોટીવ એટલે કે હેતુ મહત્વનો છે. રતન ટાટાના મોટીવ અંગે તો દેશમાં એકપણ વ્યક્તિને શંકા ન જ હોય શકે. કારણ કે તેઓના વ્યવહારથી લઈને આચાર વિચાર અંગે ભારતીયો સુપેરે પરિચિત છે અને એટલે જ આટલું સન્માન અને પ્રેમ તેઓને મળ્યો છે.

રતન ટાટાએ આજીવન લગ્ન નહોતા કર્યા. કદાચ એટલા માટે જ ઘડપણમાં લોકો કેટલી એકલતા અનુભવે છે એનો એમને અંદાજ હતો. તેમણે શાંતનુ નાયડુ સાથે આ અંગે ચર્ચા કરી અને ત્યાંથી શરૂ થયું એક અનોખું સ્ટાર્ટ અપ – ગુડ ફેલોઝ. જેમાં ઘડપણમાં અનુભવાતી એકલતા સામે વૃદ્ધોને મદદ કરવાનો મૂળ હેતુ હતો. ભારતમાં અંદાજે 14 કરોડ જેટલા વૃદ્ધો છે. જેમાંથી મોટાભાગના એકલતાનો અને તેના કારણે વિષાદનો અનુભવ કરતા હોય છે. આ સ્ટાર્ટઅપમાં કામ કરતા યુવાનોનો માત્ર આઇક્યુ જ નહીં ઇક્યુ પણ તપાસવામાં આવે છે. તેઓ વૃદ્ધો પ્રત્યે સહાનુભૂતિ દાખવી શકે છે કે નહીં, તેમનો સહારો બની શકે છે કે નહીં એ પણ તપાસવામાં આવે છે.

ગુડ ફેલોઝ એપથી નહીં પણ ફોન નંબરની કામ કરે છે. વૃદ્ધો તેઓને ફોન કરીને મદદ માગી શકે છે. પેન્શન મેળવતી વ્યક્તિને પોસાય એ પ્રમાણે જ ચાર્જ વસૂલવામાં આવે છે. સ્ટાર્ટ આપનો હેતુ મોટાભાગની સર્વિસ ફ્રી રાખવાનો છે પરંતુ અમુક સર્વિસ પ્રીમિયમ તરીકે આપવામાં આવશે. વૃદ્ધો સાથે ફિલ્મ જોવા જવાની, બીજા શહેરમાં ટ્રીપ પર સાથે જવાની સુવિધા જેવા અવનવા આઈડિયા પણ આગળ જતાં અમલમાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે.

દુનિયા જે ઝડપે બદલાઈ રહી છે એ જોતાં ઘડપણમાં વ્યક્તિ એકલતા જ નહીં પણ પાછળ રહી ગયાની કે વિખૂટા પડી ગયાની લાગણી અનુભવે છે. આ સ્ટાર્ટઅપમાં યુવાનો વૃદ્ધોને સોશિયલ મીડિયા અને ગેજેટ્સ પણ શીખવાડે છે. તેઓને દવાખાને લઇ જવા, દવા યાદ કરાવવી, શોપિંગમાં સાથે જવું એવી તમામ પ્રવૃત્તિમાં સાથ સહકાર આપે છે.

શાંતનુ અને ટાટા વચ્ચે મિત્રતા થઈ બંનેના પ્રાણીપ્રેમના કારણે. એન્જિનિયર શાંતનુએ 2014 આસપાસ રખડતા શ્વાનની સલામતી માટે મિત્રો સાથે મળીને કોલર બેન્ડ બનાવવાનો આઈડિયા વિચારેલો. રતન ટાટાના પ્રાણીપ્રેમની અનેક વાતો અગાઉથી ઘણા બધા લોકો જાણે છે. બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ તેઓએ રોયલ એવોર્ડ આપવાના હતા પરંતુ ટાટાના પ્રિય શ્વાનના બીમાર પડી જવાના કારણે તેમણે પ્રિન્સને ફોન કરીને માફી માંગી બ્રિટન જવાનું રદ કરેલું. યુવાનોના સારા અને સમાજને મદદરૂપ થઈ શકે એવા આઈડિયાને તરત સમર્થન કરતા રતન ટાટાએ શાંતનુને આર્થિક મદદ કરી. શાંતનુએ પ્રાણીઓ માટે ‘મોટોપોવ્સ’ નામનુ સ્ટાર્ટ અપ શરૂ કરેલું. આ રીતે બંને વચ્ચે મિત્રતા શરૂ થઈ અને ત્યાર પછી તો પ્રાણીઓ માટેની હોસ્પિટલ જેવા ઘણા નાના મોટા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા. સોશિયલ મીડિયા પર શાંતનુએ કેટલાક ફોટોઝ પણ અપલોડ કર્યા હતા જેમાં રતન ટાટાના જન્મદિવસની ઉજવણીના ફોટો જોઈને લોકોને સુખદ આશ્ચર્ય થયું હતું. ટાટાના જીવનના અંતિમ વર્ષોમાં શાંતનુ તેમનો મિત્ર અને મદદગાર બની રહ્યો. 

એક સારો લીડર એ જ છે જે એની ગેરહાજરીમાં પણ એની ખોટ ન વર્તાવા દે. રતન ટાટાની વિદાયનું દુઃખ તો છે જ પણ તેમણે પાછળ જે ટીમ અને વારસો છોડ્યો છે એની ખુશી પણ છે. શાંતનુ જેવા યુવાનો દેશની પ્રગતિમાં એટલો જ મોટો ફાળો આપશે એવી આશા રાખીએ.

Share Article

Other Articles

Previous

ફરી ચોમાસુ !! કાલે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો કયા વિસ્તારમાં મેઘરાજા વરસી શકે છે

Next

મહિન્દ્રા થાર રોક્સના પ્રથમ ગ્રાહકે રૂપિયા 1.13 કરોડમાં ખરીદી SUV : ગ્રાહકે વીઆઇપી નંબર પણ લીધો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આજથી IND VS ENG વચ્ચે બીજી ટેસ્ટ મેચ : શાર્દૂલની જગ્યાએ નીતિશને મળી શકે છે તક, એજબેસ્ટનની પીચ બેટરો માટે સ્વર્ગસમાન
23 મિનિટutes પહેલા
હર હર મહાદેવના નાદ સાથે અમરનાથ યાત્રાની પ્રથમ ટુકડી રવાના : LG મનોજ સિંહાએ આપી લીલી ઝંડી, ગુજરાતીઓની સંખ્યામાં ઘટાડો
53 મિનિટutes પહેલા
પહેલગામ આતંકી ડુમલાખોરોને અને તેના સહાયકોને સજા કરો, કવાડમાં ભારતને મળ્યું મજબૂત સમર્થન
1 કલાક પહેલા
વડાપ્રધાન મોદી 5 દેશોની યાત્રા પર સવારે થયા રવાના, પ્રથમ પડાવ ઘાનામાં
1 કલાક પહેલા
Categories

નેશનલ

2222 Posts

Related Posts

ચૂંટણીમાં રૂપાલા – ધાનાણીએ કેટલા ખર્ચ્યા ? આજે હિસાબ
રાજકોટ
1 વર્ષ પહેલા
વક્ફ બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, સંસદના બજેટ સત્રના બીજા ચરણમાં રજૂ કરાશે
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
અયોધ્યામાં રામ દરબારની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા : સુરતના વેપારીએ સોના અને હીરા જડિત આભૂષણોનું કર્યું દાન, જુઓ તસવીરો
ગુજરાત
4 સપ્તાહs પહેલા
કિર્તી પટેલની ક્ષત્રિય યુવક સાથેની ઓડિયો ક્લિપ થઈ વાયરલ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર