અંગત પળોનો વિડીયો ઉતારી બ્લેકમેલ કરતાં પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત : પોલીસે 2 રીક્ષા ચાલકને જેલના સળિયા ગણાવ્યા
ગાંધીનગરમાં પ્રેમીપંખીડાએ કેનાલમાં પડતું મૂકીને આપઘાત કરી લેતા ચકચાર મચી 24 વર્ષીય સાહિલ ઠાકોર અને તેની 16 વર્ષની પ્રેમિકાએ ગાંધીનગરમાં નર્મદા કેનાલમાં પડતું મૂકીને મોતને ગળે લગાવી લીધું હતું.હતી. આપઘાત કરવા પાછળનું કારણ પણ હેરાની ભર્યું છે.
બહાર આવેલી વિગત અનુસાર, હકીકતમાં સાહિલ અને તેની ગર્લફ્રેન્ડ અંગત પાળો માણી રહ્યાં હતા અને આ દરમિયાન બે શખ્સો અશફાક રાઠોડ અને શાહરુખ બેલિમે તેમની અંગત પળોનો વીડિયો ઉતારી લીધો હતો અને પછી વીડિયો દેખાડીને સાહિલને કહેવા લાગ્યાં કે તારી ગર્લફ્રેન્ડે અમારી બન્ને સાથે સંબંધ રાખવો પડશે નહીંતર તમારો વીડિયો વાયરલ કરી દેવામાં આવશે.
સાહિલના પિત્રાઈ સુનિલ ઠાકોરે એવું કહ્યું કે આત્મહત્યાના લગભગ એક અઠવાડિયા પહેલા સાહિલે તેને કહ્યું હતું કે રાઠોડ અને બેલીમ, એક ઓટોરિક્ષા ડ્રાઈવર, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રહ્યા છે. “રાઠોડ અને બેલીમ સાહિલને તેની ગર્લફ્રેન્ડને બંને સાથે સંબંધ બાંધવા માટે મજબૂર કરી રહ્યા હતા. સાહિલ આનો વિરોધ કરતો હતો.વિડીયો વાયરલ થવાની બીકે અને સમાજમાં બદનામી નાં ડરે 24 વર્ષીય સાહિલ ઠાકોર અને તેની 16 વર્ષની પ્રેમિકાએ ગાંધીનગરમાં નર્મદા કેનાલમાં પડતું મૂકીને મોતને ગળે લગાવી લીધું હતું.
જોકે આપધાત નાં ગણતરીના કલાકોમાં ચિલોડા પોલીસે બંને રીક્ષા ડ્રાઈવર ને ઝડપી પડયા હતા.ચિલોડા પોલીસે આરોપીઓને એક દિવસના રિમાન્ડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, આરોપીઓએ તેમના ફોનમાંથી વીડિયો કાઢી નાખ્યા હતા જોકે આરોપીઓએ અંગત પળોનો વીડિયો શૂટ કર્યો હોવાનો ઈન્કાર કર્યો છે. બન્નેએ ખાલી એટલું કહ્યું કે તેમની પાસે કપલ સાથે બેઠેલાનો વીડિયો છે. તેમની સામે આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે, પોલીસ વધુ તપાસ કરી રહી છે.