“ફીર આઈ હસીન દિલરૂબા”નું ટીઝર થયું રિલીઝ
તાપસી પન્નું અને વિક્રાંત મૈસિ સ્ટારર ફિલ્મ આવી રહી છે નેટફલિકસ પર
તપસી પન્નું, વિક્રાંત મૈસિ અને સની કૌશલની ફિલ્મ “ફીર આઈ હસીન દિલરૂબા”નો ટીઝર વિડીયો અને રિલીઝ તારીખ સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. નિર્માતાએ ટ્વિટર પર ફિલ્મનો ટીઝર વિડીયો શેર કર્યો હતો. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નટેફલિકસ પર સ્ટ્રીમ થશે.
ફિલ્મ “ફીર આઈ હસીન દિલરૂબા”ના નિર્માતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું. ફિલ્મનું ટીઝર જોઈને હવે ઘણા ફેન્સ આ ફિલ્મની રાહ જોઈને બેઠા છે. ટીઝરના રિલીઝ સાથે લખવામાં આવ્યું હતું કે, 9 ઓગસ્ટની હસીન સાંજ, દિલરૂબાને નામ. તો વળી ફિલ્મના ટીઝરમાં તાપસીના પોસ્ટર પર લખ્યું હતું કે, 9 ઓગસ્ટે ટપકસે લોહી, આવશે હત્યારુ મોન્સુન. વિક્રાંતના પોસ્ટર પર લખ્યું છે, 9 ઓગસ્ટની હસીન રાત દિલરૂબા સાથે.
આ ઉપરાંત સનીના પોસ્ટર સાથે લખવામાં આવ્યું છે કે, 9 ઓગસ્ટે દિલ પિગળશે, ઈશ્કનું ઝેર નીકળશે. ટીઝરના અંતમાં લખ્યું છે કે, બધાને પ્રેમનો પાઠ ભણાવવા આવી ગઈ દિલરૂબા. ફિલ્મ ફીર આઈ હસીન દિલરૂબા ફિલ્મ હસીન દિલરૂબાની સિક્વલ છે. હસીન દિલરૂબા નેટફલિકસ પર 2021માં રિલીઝ થઈ હતી. જ્યારે તેની સિક્વલ ફીર આઈ હસીન દિલરૂબા નેટફલિકસ પર 9મી ઓગસ્ટે રિલીઝ થશે.