જામનગર : જોડીયાના બાલંભા પાસે કાળમુખા ટ્રકે ૩ પદયાત્રી મહિલાઓને ઠોકર મારતા મોત
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામના પાટીયા પાસે વહેલી સવારે એક કાળમુખા ટ્રકના ચાલકે પદયાત્રા કરીને દ્વારકામાં દર્શનાર્થે જઈ રહેલી સાંતલપુર જિલ્લાના બકુત્રા ગામની મહિલાઓ પૈકીની ત્રણ મહિલાને કચડી નાખતા ત્રણેયના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા છે.જ્યારે અન્ય પાંચ પદયાત્રી મહિલાઓ જૂની ઈજા ઓ હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે. સમગ્ર મામલે જોડીયા પોલીસ તપાસ હાથધરી છે.
આ ગોઝારા અકસ્માતના બનાવવાની વિગત એવી છે કે કચ્છ ના સાંતલપુર જિલ્લાના બકુત્રા ગામના આઠ મહિલાઓ કે જેઓ પદયાત્રા કરીને દ્વારકાના જગત મંદિર દર્શન માટે જઈ રહ્યા હતા. જે દરમિયાન તેઓને જોડિયા તાલુકાના બાલંભા ગામના પાટીયા પાસે વહેલી સવારે ૪.૩૦ વાગ્યે અકસ્માત નડયો હતો.પૂરપાટ ઝડપે આવી રહેલા કાળમુખા ટ્રકે ચાલકે આઠ પદયાત્રી મહિલાઓને હડફેટે લીધા હતા જેમાં છાનુબેન આહીર (ઉંમર વર્ષ ૫૦) ટુડીબેન આહીર (ઉંમર વર્ષ ૫૦) અને સેજીબેન આહીર (ઉંમર વર્ષ ૪૫) ના મૃત્યુ નીપજ્યા હતા.

જ્યારે અન્ય પાંચ પદયાત્રી મહિલાઓને ઈજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ મારફત સારવાર માટે જોડિયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, આ અકસ્માત બાદ ટ્રકનો ચાલક ત્યાંથી ભાગી છુટ્યો હતો. જે અકસ્માતના બનાવની જાણ થતાં જોડિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બનાવના સ્થળે તેમ જ હોસ્પિટલમાં દોડી ગયો હતો.અને મહિલાઓનું નિવેદન નોંધી આગળની તપાસ હાથધરી છે.