Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

GCRI અમદાવાદ દ્વારા સમયસર કેન્સર સ્ક્રીનિંગ અને તમાકુ ત્યાગનો મહત્વપૂર્ણ સંદેશ

Sat, August 1 2026

GCRI અમદાવાદ ખાતે છેલ્લા પાંચ વર્ષમાં ફેફસાના કેન્સરના કુલ ૪,૮૩૦ દર્દીઓ નોંધાયા, જેમાં ૮૧.૪% પુરુષો અને ૧૮.૬% મહિલાઓનો સમાવેશ

GLOBOCAN-૨૦૨૨ મુજબ ભારતમાં દર વર્ષે ફેફસાના કેન્સરના ૧.૧૨ લાખથી વધુ નવા કેસ નોંધાય છે

તમાકુનો ત્યાગ, સ્વસ્થ જીવનશૈલી અને વહેલું નિદાન જ બચાવનો મુખ્ય માર્ગ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરિયાના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર નાગરિકોને કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે શ્રેષ્ઠ અને અદ્યતન સારવાર પૂરી પાડવા માટે સતત કટિબદ્ધ છે.

GLOBOCAN-૨૦૨૨ના રિપોર્ટ મુજબ, ભારતમાં દર વર્ષે અંદાજે ૧.૧૨ લાખથી વધુ નવા ફેફસાના કેન્સરના કેસ નોંધાય છે અને ૯૮ હજારથી વધુ નાગરિકોના મૃત્યુ થાય છે. જ્યારે વૈશ્વિક સ્તરે દર વર્ષે અંદાજે ૨૬ લાખથી વધુ નવા કેસ અને ૧૮ લાખથી વધુ દર્દીઓના મૃત્યુ નોંધાય છે, જે ફેફસાના કેન્સરને વિશ્વનું સૌથી વધુ મૃત્યુકારક કેન્સર બનાવે છે

‘ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ – GCRI’, અમદાવાદ ખાતે છેલ્લા પાંચ વર્ષમાં ફેફસાના કેન્સરના કેસોમાં સતત વધારો નોંધાયો છે. GCRI દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ ૨૦૨૧માં ૮૧૩, ૨૦૨૨માં ૮૬૫, ૨૦૨૩માં ૯૩૩, ૨૦૨૪માં ૧,૦૮૬ અને ૨૦૨૫માં ૧,૧૩૩ મળીને કુલ ૪,૮૩૦ દર્દીઓ ફેફસાના કેન્સરથી પીડિત નોંધાયા છે. જેમાં ૩,૯૩૧ (૮૧.૪%) પુરુષો અને ૮૯૯ (૧૮.૬%) મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: કીમ નદી ઉફાન પર આવતા ગોડસંબા સહિત અનેક ગામો સંપર્ક વિહોણા: 87 રસ્તા બંધ, તંત્ર એલર્ટ

ફેફસાના કેન્સર માટે બીડી, સિગારેટ તથા તમાકુનું સેવન, પરોક્ષ ધૂમ્રપાન -Passive Smoking, હવાનું પ્રદૂષણ તેમજ ઔદ્યોગિક રસાયણો અને એસ્બેસ્ટોસ જેવા પદાર્થોના લાંબા સમય સુધી સંપર્કમાં આવવું એ મુખ્ય જોખમકારક પરિબળો છે. જો લાંબા સમય સુધી ચાલતી ઉધરસ, ઉધરસમાં લોહી પડવું, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, અવાજમાં ફેરફાર થવો કે અચાનક વજન ઘટવું જેવા લક્ષણો જણાય, તો તેને સામાન્ય ગણીને અવગણવા નહીં અને એ તકલીફની તાત્કાલિક તબીબી સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.

GCRI ખાતે ઉપલબ્ધ અદ્યતન સારવાર સુવિધાઓ

વર્ષ-૧૯૭૨માં સ્થાપિત ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ -GCRI ખાતે ફેફસાના કેન્સરના દર્દીઓ માટે રોબોટિક સર્જરી, PET-CT, 3 Tesla MRI, 128 CT Scan, બ્રોન્કોસ્કોપી તેમજ CyberKnife, TrueBeam અને TomoTherapy જેવી અદ્યતન રેડિયેશન સારવાર ઉપલબ્ધ છે. આ ઉપરાંત કિમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનોથેરાપી જેવી સુવિધાઓ PMJAY-MA જેવી સરકારી યોજનાઓ હેઠળ દર્દીઓને નિઃશુલ્ક અથવા રાહત દરે પૂરી પાડવામાં આવે છે.

વિશ્વભરમાં કેન્સરના કારણે થતા મૃત્યુમાં ફેફસાનું કેન્સર સૌથી મોટું કારણ છે. શરૂઆતના તબક્કામાં તેના લક્ષણો સામાન્ય જણાતા હોવાથી મોટાભાગના દર્દીઓમાં રોગનું નિદાન મોડું થાય છે. પરંતુ યોગ્ય જાગૃતિ, તમાકુનો સંપૂર્ણ ત્યાગ, સમયસર તપાસ અને અદ્યતન સારવાર દ્વારા દર્દીઓનું જીવન બચાવવાની સંભાવના નોંધપાત્ર રીતે વધારી શકાય છે.

નાગરિકોને ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) દ્વારા જનજાગૃતિ માટે “તમાકુ છોડો, ફેફસાં બચાવો: સમયસર તપાસ કરાવો, જીવન બચાવો”નો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો છે.

Share Article

Other Articles

Previous

કોર્પોરેશન અને નગરપાલિકાઓની ભરતીમાં એક્સ આર્મીમેન માટે અનામત જાહેર

Next

કીમ નદી ઉફાન પર આવતા ગોડસંબા સહિત અનેક ગામો સંપર્ક વિહોણા: 87 રસ્તા બંધ, તંત્ર એલર્ટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
સ્પોર્ટ્સ
1 દિવસમાં 6 મેડલ જીતતા કુલ 23 મેડલ સાથે ભારત 10માં ક્રમે પહોંચ્યું
7 મિનિટutes પહેલા
આગામી ૩ કલાક અતિભારે વરસાદની આગાહી: 13 જિલ્લામાં રેડ એલર્ટ, દુર્ઘટનાઓમાં 4 નાગરિકોના મોત
25 મિનિટutes પહેલા
સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓલપાડ અને માંડવી ખાતે SDRFની ટીમો તૈનાત: જિલ્લા કલેક્ટર તેજસ પરમાર
38 મિનિટutes પહેલા
4 દરવાજા ખોલીને પાણી છોડાતા મોરબી સહિત 32 ગામોને સાવધ કરાયા: જીકીયારી કોઝવે બંધ
47 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3372 Posts

Related Posts

તમામ સગીર વયના યુઝર્સના Instagram અકાઉન્ટ થશે પ્રાયવેટ : માતા-પિતા કરી શકશે અકાઉન્ટ કંટ્રોલ
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ માંથી ૫૮ સાઇકલ ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઈ
રાજકોટ
3 વર્ષ પહેલા
હાથરસ દુર્ઘટના અંગે શું નવો ફણગો ફૂટ્યો ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
‘ગરમીથી બચજો…’, દેશમાં ભયંકર ગરમીની ચેતવણી વચ્ચે કેન્દ્ર સરકારની રાજ્યોને એડવાઈઝરી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર