Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ભારે વરસાદમાં બાગાયતી વૃક્ષો જમીનદોસ્ત થયા છે? તો હવે નિરાશ થવાની જરૂર નથી

Mon, August 3 2026

મૂળ જમીન સાથે જોડાયેલા હશે તેવા બાગાયતી વૃક્ષો વિજ્ઞાન અને માવજતથી પુનર્જીવિત થઈ શકશે

ધરાશાયી થયેલા બાગાયતી પાકને ફરી બેઠા કરવા કૃષિ વૈજ્ઞાનિકોની ટીમો ખેડૂતોના ખેતરોમાં જઈને આપી રહી છે પ્રત્યક્ષ તાલીમ

તાઉતે વાવાઝોડામાં મારી વાડીમાં જમીન દોસ્ત થયેલા  આંબા પૈકી ૭૦ થી ૮૦ ટકા આંબા વૈજ્ઞાનિકોના માર્ગદર્શનથી પુનર્જીવિત થયા: ખેડૂત  મોહનભાઈ પટેલ (ગામ – ઘેજ, તા-ચીખલી, નવસારી)

દક્ષિણ ગુજરાતમાં કુદરતી આફત અને ભારે વરસાદને કારણે લીલીછમ વાડીઓમાં વર્ષોની મહેનતથી ઉછેરેલી બાગાયતી કલમો અને વૃક્ષો જમીનદોસ્ત થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જોકે, આ કટોકટીના સમયે ખેડૂતોએ નિરાશ થવાની જરૂર નથી. જમીનદોસ્ત થયેલા કે નમેલા વૃક્ષોના મૂળ જો હજુ પણ જમીન સાથે જોડાયેલા હોય, તો વિજ્ઞાન અને યોગ્ય માવજત દ્વારા તેમને ફરી પુનર્જીવિત કરી શકાય છે. ખેડૂતોની વર્ષોની મહેનત પાણીમાં ન જાય તે માટે રાજ્ય સરકાર અને કૃષિ વિજ્ઞાન તાત્કાલિક ધોરણે ખેડૂતોની વહારે આવ્યા છે.

કૃષિ નિષ્ણાતોના મતે, જો જમીનદોસ્ત થયેલી કલમો કે નમેલા વૃક્ષોના મૂળ હજુ પણ જમીન સાથે જોડાયેલા હોય, તો વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા તેમને ફરી જીવંત કરવા શક્ય છે. આ વૈજ્ઞાનિક અભિગમ ધ્યાનમાં રાખીને કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ બાગાયત વિભાગના અધિકારીઓ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત ગામોની રૂબરૂ મુલાકાત લઈ, ખેડૂતોને આ કલમો પુનર્જીવિત કરવાની પ્રત્યક્ષ તાલીમ આપવાના આદેશ આપ્યા છે.

કૃષિ મંત્રીના આદેશના પગલે પાણી ઓસરવાની રાહ જોયા વિના, ગત શુક્રવારથી ચાલુ વરસાદ વચ્ચે પણ બાગાયત વિભાગ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની સંયુક્ત ટીમો ખેડૂતોના ખેતર સુધી પહોંચી રહી છે. હાલમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને તાપી જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાં વૈજ્ઞાનિકો પ્રત્યક્ષ ડેમોન્સ્ટ્રેશન આપીને ખેડૂતોને ધરાશાયી થયેલા વૃક્ષોને ફરી જીવિત કરવાની અને તેની માવજત અંગેની તાલીમ આપી રહ્યા છે.

નવસારીના ઘેજ ગામના પ્રગતિશીલ ખેડૂત મોહનભાઈ પટેલે પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે, તાઉતે વાવાઝોડા વખતે મારી વાડીમાં નાના-મોટા અનેક આંબા ધરાશાયી થયા હતા. તે સમયે બાગાયત વિભાગ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ મેં આ ઝાડોને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો, જેના પરિણામે ૭૦ થી ૮૦ ટકા જેટલા જમીનદોસ્ત થયેલા આંબા ફરી બેઠા થઈ ગયા હતા અને આજે તો એ ઓળખવા પણ મુશ્કેલ છે કે કયા ઝાડ પડી ગયા હતા.

આ પણ વાંચો: ચોમાસામાં પૂર વ્યવસ્થાપન માટે જળ સંપત્તિ વિભાગ સજ્જ: ગાંધીનગર ખાતે મધ્યસ્થ પૂર નિયંત્રણ એકમ 24×7 કાર્યરત

પૂર કે વાવાઝોડાથી હારી ગયા વગર જો ખેડૂતો આ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવે, તો વર્ષોની મહેનતથી ઉછેરેલા બાગાયતી પાકને ચોક્કસપણે બચાવી શકાય છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

નવસારી કૃષિ યુનિવર્સિટીના સહસંશોધન વૈજ્ઞાનિક ડૉ. અંકુર પટેલે ખેડૂતો જાતે જ પોતાના બાગાયતી પાકને બચાવી શકે તે માટે ચાર તબક્કાની સરળ વૈજ્ઞાનિક પદ્ધતિ દર્શાવી છે:

વરસાદમાં આડી પડી ગયેલી કલમને ઊભી કેવી રીતે કરવી?

જમીનદોસ્ત થયેલી કલમોને અચાનક કે જોરથી ઊભી કરવાનો પ્રયાસ ન કરવો; તેનાથી મૂળ તૂટી જવાનો ભય રહે છે. કલમને અત્યંત ધીમે-ધીમે ઊભી કરવી, થોડી ઊભી કર્યા બાદ ૧૦ સેકન્ડનો વિરામ લેવો અને ત્યારબાદ ફરી પ્રયાસ કરવો.

ડાળીઓની છાંટણી (પ્રુનિંગ) કરવી:

પૂરને કારણે વૃક્ષને ઈજા થઈ હોય છે, તેથી તેના ખોરાકનો વપરાશ ઘટાડવો જરૂરી છે. આ માટે લાંબી અને નમી ગયેલી ડાળીઓ કાપી નાખવી અને માત્ર મર્યાદિત પાંદડાં રહેવા દેવાં. ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે કાપેલી ડાળીઓ પરથી ટૂંક જ સમયમાં નવી ફૂટ નીકળશે.

ફૂગનાશક પેસ્ટનો ઉપયોગ:

જેટલી ડાળીઓ કાપેલી હોય તેના ખુલ્લા ભાગ પર કોપર ઓક્સિક્લોરાઇડ (COC)ની પેસ્ટ લગાવવી. આ પેસ્ટમાં રહેલું ‘ઓક્ઝિન’ તત્ત્વ ડાળીને સડતી અટકાવશે અને નવી ફૂટ નીકળવામાં મદદરૂપ થશે.

જમીન અને મૂળની સારવાર (ડ્રેન્ચિંગ):

પૂરના પાણીને કારણે ચોમાસામાં છાણિયા ખાતરનો ઉપયોગ ટાળવો અને તેના બદલે ૧ કિલો વર્મી કમ્પોસ્ટમાં ૫૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ પાવડર મિક્સ કરવો. આ મિશ્રણને ૪-૫ દિવસ પલટાવતા રહીને તૈયાર કરવું અને ત્યારબાદ થળની આસપાસ માટી ખોતરીને દાટી દેવું.

મૂળને કોહવાટ ન લાગે તે માટે ટ્રાયકોડર્મા વિરિડીનું ડ્રેન્ચિંગ કરવું. ૨૦૦ લિટર પાણીમાં ૧ કિલો ટ્રાયકોડર્મા અને ૨ કિલો યુરિયા ભેળવવું. યુરિયા ઉમેરવાથી છોડ ટ્રાયકોડર્માને ઝડપથી શોષી લે છે. દરેક કલમ દીઠ ૧ લિટર આ મિશ્રણ આપવું અને મહિનામાં બે થી ત્રણ વાર આ પ્રક્રિયા કરવી.

ભારે વરસાદમાં બાગાયતી પાકને નુકસાનથી કેવી રીતે બચાવવો?

નવસારી કૃષિ યુનિવર્સિટીના સહસંશોધન વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ, ચોમાસા પહેલાં નદી કે નાળાના પાણીના પ્રવાહની દિશાને ધ્યાનમાં રાખીને કલમોની આસપાસ ઓછામાં ઓછા બે ફૂટ ઊંચા પાળા બનાવવા જોઈએ. આ પાળા પાણીના વહેણમાં કલમને બચાવે છે અને તેને મજબૂતાઈ આપીને ધરાશાયી થતાં બચાવે છે.

Share Article

Other Articles

Previous

પ્રદૂષણમાં અવ્વલ નંબરે આવતું ભારત!

Next

ચોમાસામાં પૂર વ્યવસ્થાપન માટે જળ સંપત્તિ વિભાગ સજ્જ: ગાંધીનગર ખાતે મધ્યસ્થ પૂર નિયંત્રણ એકમ 24×7 કાર્યરત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
બોમ્બે હાઈકોર્ટનો કડક આદેશ: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને E20 ડીપફેક વિવાદમાં મોટી રાહત
19 મિનિટutes પહેલા
પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
2 કલાક પહેલા
પાકિસ્તાનમાં ‘અજાણ્યા હુમલાખોરો’એ  30થી વધુ લશ્કર આતંકીઓને ઠાર માર્યા
2 કલાક પહેલા
ગાયનું ઘી, તલનું તેલ, મધ, નારિયેળનું તેલ જેવી વસ્તુઓના વેચાણ ઉપર પ્રતિબંધ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3398 Posts

Related Posts

બેન્ક કર્મીઓને શું લાભ થશે ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક નિર્ણય : રાજકોટની 13 વર્ષની દુષ્કર્મ પીડિતાને આપી 33 સપ્તાહના ગર્ભપાતની મંજુરી
ગુજરાત
1 વર્ષ પહેલા
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અને ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ ઝડપાયો : સલમાન ખાન ફાયરિંગ કેસ સાથે ખાસ કનેક્શન
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
હવે યુપીના મુઝફરનગરની મસ્જિદ આવી વિવાદમાં : શત્રુ સંપત્તિ જાહેર, પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન સાથે કનેક્શન
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર