Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ચોમાસામાં પૂર વ્યવસ્થાપન માટે જળ સંપત્તિ વિભાગ સજ્જ: ગાંધીનગર ખાતે મધ્યસ્થ પૂર નિયંત્રણ એકમ 24×7 કાર્યરત

Mon, August 3 2026

રાજ્યના ૨૦૭ જળાશયોના જળસ્તર, પાણીની આવક-જાવક અને વરસાદી આંકડા પર રિઅલ-ટાઇમ મોનિટરિંગ

૪૧૩ વાયરલેસ સેટ, ૧૪ સેટેલાઇટ ફોન, ૧૨ ડેડિકેટેડ હોટલાઇન કનેક્શનની મદદથી સતત સંકલન

જળાશયોની સ્થિતિ https://wrd-dam.gujarat.gov.in/index.php પોર્ટલ પર જોઈ શકાશે

આબોહવા પરિવર્તન વધી રહ્યું છે. ટૂંક સમયમાં જ ભારેથી અતિભારે વરસાદની ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે, ત્યારે ટૅકનોલોજીની મદદથી આપત્તિ વ્યવસ્થાપન એ પ્રાથમિકતા બન્યું છે. ગુજરાતમાં, જળ સંપત્તિ વિભાગ હેઠળ ગાંધીનગર કાર્યરત ફ્લડ કન્ટ્રોલ સેલ આ વાતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.  આ સેલ દર્શાવે છે કે કેવી રીતે એન્જિનિયરિંગમાં નવીનતા, ડિજિટલ ગવર્નન્સ અને રિયલ-ટાઇમ સંકલન દ્વારા પૂરની તૈયારીઓ અને જળ સંસાધન વ્યવસ્થાપનમાં નોંધપાત્ર સુધારો લાવી શકાય છે.

જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં ચોમાસા દરમિયાન પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા અને જળાશયોમાં પાણીની આવક-જાવક પર સુચારુ દેખરેખ રાખવા માટે જળ સંપત્તિ વિભાગ હસ્તકનું મધ્યસ્થ પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગર સજ્જ થયું છે. ચોમાસા પૂર્વે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અને ટેલિફોન ડિરેક્ટરી અદ્યતન કરી Reservoir Data Management System https://wrd-dam.gujarat.gov.in/index.php  પોર્ટલ પર અપલોડ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ૧ જૂનથી ૩૧ ઓક્ટોબર સુધી મધ્યસ્થ પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગર સહિત રાજ્યના ૧૨ પ્રાદેશિક પૂર નિયંત્રણ એકમો ૨૪x૭ કાર્યરત રહે છે.

૧૨ પ્રાદેશિક એકમો અને ૨૦૭ જળાશયોનું સતત મોનિટરિંગ

રાજ્યમાં ઉકાઈ, સુરત, દમણગંગા, વડોદરા, નડિયાદ, ગોધરા, અમદાવાદ, હિંમતનગર, વિસનગર, ભાવનગર, રાજકોટ અને ભુજ ખાતે ૧૨ પ્રાદેશિક પૂર નિયંત્રણ એકમો કાર્યરત કરવામાં આવ્યા છે.

આ એકમ દ્વારા સરદાર સરોવર સહિત રાજ્યના મુખ્ય ૨૦૭ જળાશયો જેમાં ૧૮ મોટા, ૮૬ મધ્યમ અને ૧૦૩ નાના જળાશયોના જળસ્તર-લેવલ તેમજ પાણીની આવક અને જાવકનું રિઅલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવે છે. મોટા ડેમોની દર કલાકે અદ્યતન માહિતી મેળવવામાં આવે છે. આ ઉપરાંત, દરરોજ સવારે ૮:૦૦ કલાકે અને બપોરે ૪:૦૦ કલાકે તમામ વિગતો મેળવીને સંયુક્ત અહેવાલ ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત વિભાગોને મોકલવામાં આવે છે.

આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સ 2026: ભારતીય ખેલાડીઓનો શાનદાર દેખાવ, ૩૯ મેડલ સાથે મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું

સુદ્રઢ કોમ્યુનિકેશન માળખું  

સંચાર વ્યવસ્થા અને સેન્ટ્રલ વોટર કમિશન-CWC ફોરકાસ્ટ કોમ્યુનિકેશન સુદ્રઢ બનાવવા માટે રાજ્યના પ્રાદેશિક પૂર નિયંત્રણ એકમો સાથે ૧૨ હોટલાઈન કનેક્શન જોડવામાં આવ્યા છે. ઉપરાંત ૧૪ મુખ્ય જળાશયો ખાતે સેટેલાઈટ ફોન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ડેમ સાઇટ અને પ્રાદેશિક એકમો પર ૪૧૩ વાયરલેસ સેટ જેમાં ૩૦૪ રાજ્ય સરકાર + ૧૦૯ CWC અને મોબાઇલ/લેન્ડલાઇન સેવાઓ કાર્યરત છે.

CWC દ્વારા નર્મદા, તાપી, સાબરમતી, મહી, દમણગંગા, બનાસ અને શેત્રુંજી જેવા આંતર-રાજ્ય બેઝીન માટે ‘ઇનફ્લો અને ફ્લડ લેવલ ફોરકાસ્ટ’ મોકલવામાં આવે છે, જેના આધારે જળાશયોમાં પાણીનો સંગ્રહ કરવા કે છોડવા અંગેના નિર્ણયો ઝડપથી લઈ શકાય છે.

તંત્ર વચ્ચે સંકલન અને જીઓસ્પેશિયલ સેલની કામગીરી

ગાંધીનગર ખાતેનું પૂર નિયંત્રણ એકમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC સાથે સતત સંકલનમાં રહેવાથી  રાજ્ય અને જિલ્લા વહીવટી તંત્રને તમામ અપડેટ્સ મળતા રહે છે. દર મંગળવારે SEOC ખાતે યોજાતી ‘વેધર વોચ ગ્રુપ’ની બેઠકમાં જળાશયોની અદ્યતન માહિતી પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, IMD દ્વારા જાહેર કરાતી Nowcast અને Forecast તેમજ જળાશયોના વોર્નિંગ મેસેજ સંબંધિત અધિકારીઓને તુરંત જ શેર કરવામાં આવે છે.

ગાંધીનગર સ્થિત જીઓસ્પેશિયલ સેલ દ્વારા સિંચાઈ યોજનાઓના ડિજિટલ નકશાઓ અને પૂર વિસ્તારના ઈન્ડિકેટિવ નકશાઓ તૈયાર કરવામાં આવ્યા છે, જે ચોમાસા દરમિયાન પૂર પ્રભાવિત વિસ્તારોની આગોતરી ઓળખ કરવામાં ખૂબ સહાયરૂપ બને છે.

જળાશયોની સ્થિતિ જાણવા ૨૪x૭ રાઉન્ડ ધ ક્લોક સ્ટાફ તૈનાત

ગાંધીનગર સ્થિત મધ્યસ્થ એકમ અને SEOC ખાતે ત્રણ પાળીમાં નાયબ કાર્યપાલક ઈજનેર, મદદનીશ ઈજનેર તથા સપોર્ટ સ્ટાફ ૨૪x૭ ફરજ બજાવી રહ્યા છે અને આકસ્મિક સ્થિતિ માટે ૨૪ કલાક વાહનની સુવિધા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.

આબોહવામાં સતત પરિવર્તન આવી રહ્યા છે ત્યારે ગુજરાતનું સેન્ટ્રલ ફ્લડ કન્ટ્રોલ સેલ દર્શાવે છે કે કેવી રીતે એન્જિનિયરિંગ શ્રેષ્ઠતા અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમન્વય જળ વ્યવસ્થાપન અને આફતના જોખમને ઘટાડવામાં મદદરૂપ બની શકાય છે.

Share Article

Other Articles

Previous

ભારે વરસાદમાં બાગાયતી વૃક્ષો જમીનદોસ્ત થયા છે? તો હવે નિરાશ થવાની જરૂર નથી

Next

કોમનવેલ્થ ગેમ્સ 2026: ભારતીય ખેલાડીઓનો શાનદાર દેખાવ, ૩૯ મેડલ સાથે મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
અભિનેત્રી તૃષા પર અશ્લીલ ટિપ્પણી કરવા મામલે DMK નેતા ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત, પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ!
6 કલાક પહેલા
વાહનની નંબર પ્લેટ ઢાંકવી એ ગુનો છે કે નહીં? સુપ્રીમ કોર્ટનો ચુકાદો
7 કલાક પહેલા
IFS વિશ્વેશ નેગી ઈરાનમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત!
8 કલાક પહેલા
અમેરિકાની ટેરિફની ધમકી વચ્ચે પણ રશિયા બન્યું ભારતનું નંબર-1 ક્રૂડ પાર્ટનર, આયાતે તોડ્યા તમામ રેકોર્ડ!
8 કલાક પહેલા
Categories

નેશનલ

3393 Posts

Related Posts

ઇલેકટોરલ બોન્ડ: કોણે કઈ પાર્ટીને કેટલી રકમ આપી એ જાણકારી નહીં મળે?
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ભારત બંધને આંશિક પ્રતિસાદ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
રાજકોટમાં રખડતાં કૂતરાઓને પકડવામાં મનપાને રસ જ નથી! શ્વાનને પકડવા તો દૂર,પાલતું શ્વાન રજિસ્ટ્રેશનના પણ કોઈ ઠેકાણા નહીં
ગુજરાત
9 મહિના પહેલા
જૂનાગઢ એસપી હર્ષદ મહેતાની ‘વહેલી નિવૃત્તિ’ મંજૂર કરતી સરકાર: આવતીકાલે બપોરે 4 વાગ્યે રોડ-શો થકી અપાશે ભવ્ય વિદાય
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર