પેટાચૂંટણીનું પરિણામ જાહેર : કડીમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો, રાજેન્દ્ર ચાવડા રેકોર્ડબ્રેક 38904 મતથી જીત્યા
વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીની મત ગણતરી આજે સવારથી હાથ ધરવામાં આવી હતી અને કડી વિધાનસભાની બેઠક પર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે જેમાં કડીની જનતાએ પસંદગીનો કળશ ભાજપ પર ઢોળ્યો છે. વિસાવદરમાં 56.89 ટકા અને કડીમાં 57.90 ટકા મતદાન થયું હતું. ત્યારે કડીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કડી વિધાનસભામાં રેકોર્ડબ્રેક 38904 મતથી ભાજપના રાજેન્દ્ર ચાવડા જીત મેળવી છે. ત્યારે ભાજપમાં જશ્નનો માહોલ છે કાર્યકરોએ રાજેન્દ્ર ચાવડા વધાવી લીધા છે.

વિસાવદર બેઠક પર ભાજપના કિરીટભાઈ પટેલ, કોંગ્રેસના નિતિન રાણાપરિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા જેમાં વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે જ્યારે કડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા, ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિહ ચાવડા અને આપના ઉમેદવાર જગદીશ ચાવડા વચ્ચે જંગ જામ્યો હતો જેમાં કડીની જનતાએ ભાજપના રાજેન્દ્ર ચાવડા પર વિસશવાસ મૂક્યો છે.
આ પણ વાંચો : સુરતમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી : 2 કલાકમાં બે કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, શાળામાં રજા જાહેર
કડી વિધાનસભા પેટાચૂંટણી: 57.51% મતદાન
કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની મતગણતરી મહેસાણાના મેવાડ એન્જિનિયરિંગ કોલેજ ખાતે હાથ ધરવામાં આવી હતી. કડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા, ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિહ ચાવડા અને આપના ઉમેદવાર જગદીશ ચાવડા વચ્ચે જંગ જામ્યો હતો જેમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિહ ચાવડાએ 38904 મતોથી તેમણે જીત મેળવી છે.
આ પણ વાંચો : વિસાવદર પેટાચૂંટણીનું પરિણામ જાહેર : જનતાએ પસંદગીનો કળશ આપ પર ઢોળ્યો, ગોપાલ ઇટલીયાની જંગી મતથી જીત
કડીમાં ભાજપનો ભગવો લહેરાયો
રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતોની લીડ સાથે વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડાને 59,932 મત મળ્યા અને આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને 3,077 મત મળ્યાની જાણકારી મળી છે. આ બાજુ 1,692 મત NOTAને મળ્યા છે. આ માહિતી ચૂંટણી પંચે આપી હતી. જ્યારે વિસાવદરમાં 20મા રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટીની લીડ 16594 થઈ ચૂકી છે. અહીંથી ગોપાલ ઈટાલિયા જીત નક્કી થઈ ગઇ છે.