Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

વડોદરા-હાલોલ હાઇવે પર બસ-ટ્રકની જોરદાર ટક્કર: 7ના મોત, અનેક ઘાયલ

Wed, June 17 2026

વડોદરા-હાલોલ રોડ પર કોટંબી સ્ટેડિયમ નજીક પરોઢિયે ભયાનક અકસ્માત સર્જાયો. રાજસ્થાનના બાંસવાડાથી સુરત જતી લકઝરી બસ રોડ પર ઉભેલા ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી જતા 7 મુસાફરોના દર્દનાક મોત નીપજ્યા છે. જ્યારે 26થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી 5ની હાલત ગંભીર છે. અકસ્માત બાદ ફાયર બ્રિગેડ અને NDRFની ટીમોએ બસના પતરા કાપીને ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની ભારે જહેમત કરી. ઘટનાને પગલે 4-5 કિમી સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.

આજે પરોઢિયે લગભગ 4 વાગ્યાના અરસામાં બાંસવાડાથી સુરત જતી લકઝરી બસ વડોદરા-હાલોલ રોડ પર કોટંબી સ્ટેડિયમ પાસે પહોંચી હતી. ત્યાં રોડ પર ઉભેલા એક ટ્રકને બસ ચાલક જોઈ શક્યો નહીં અને બસ પૂરપાટ ઝડપે ટ્રકની પાછળ ઘૂસી ગઈ.

બસના પતરા કાપીને રેસ્ક્યૂ 

ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ખોખરો થઈ ગયો અને અનેક મુસાફરો બસની અંદર ફસાઈ ગયા. અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો અને વાહનચાલકો દોડી આવ્યા. વડોદરા ફાયર બ્રિગેડની પાણીગેટ અને ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમો ઘટનાસ્થળે દોડી આવી. JCBની મદથી બંને વાહનોને અલગ કરવામાં આવ્યા, જ્યારે બીજી ટીમોએ ગેસ કટરથી બસના પતરા કાપીને ઘાયલોને બહાર કાઢ્યા

આ પણ વાંચો: જામનગર મનપાને બોમ્બથી ઉડાડવાની ધમકી: 1000+ લોકોની તાત્કાલિક હટાવટ, પરિસ્થિતિ નિયંત્રણમા

NDRFની ટીમ પણ પહોંચી 

બચાવ કામગીરી માટે NDRF જરોદના જવાનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે અત્યંત સાવચેતીપૂર્વક બસમાં ફસાયેલા મુસાફરો અને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી. કેટલાક મૃતદેહો બસના કાટમાળમાં દટાઈ ગયા હતા, જેને કાપીને બહાર કાઢવામાં આવ્યા.

7ના મોત, 26 ઘાયલ, ટ્રાફિક ખોરવાયો 

આ દુર્ઘટનામાં કુલ 7 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. 26 ઘાયલોને વડોદરા સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. પાંચ ઘાયલોની હાલત નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા તંત્રએ વ્યક્ત કરી છે. અકસ્માતને કારણે વડોદરા-હાલોલ રોડ પર 4-5 કિમી સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી.

પ્રાથમિક તપાસ: ઊભેલી ટ્રક પાછળ બસ ઘૂસી 

પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે રોડ પર ઊભેલી ટ્રક પાછળ બસ ઘૂસી જવાને કારણે અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. બસની ઝડપ, ચાલકની બેદરકારી અને ટ્રકના પાર્કિંગ સહિતના મુદ્દાઓની તપાસ ચાલી રહી છે. પોલીસે સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરીને બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો. હાલ બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. તંત્ર દ્વારા મૃતકોના પરિવારોને સહાય અને ઘાયલોની સારવારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Tags:

AccidentInvestigationBusTruckCollisionHighwayAccidentHighwaySafetyRoadIncidentRoadSafetyTrafficAccidentVadodaraHalolHighway

Share Article

Other Articles

Previous

કચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

Next

ભૂ-રાજકીય તણાવ હળવો થતા સોનાના ભાવમાં ઘટાડો: દિલ્હીમાં 24 કેરેટ 1,51,510, ચાંદી 2,64,900 પર સરકી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
કચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
55 મિનિટutes પહેલા
વડોદરા-હાલોલ હાઇવે પર બસ-ટ્રકની જોરદાર ટક્કર: 7ના મોત, અનેક ઘાયલ
2 કલાક પહેલા
ભૂ-રાજકીય તણાવ હળવો થતા સોનાના ભાવમાં ઘટાડો: દિલ્હીમાં 24 કેરેટ 1,51,510, ચાંદી 2,64,900 પર સરકી
2 કલાક પહેલા
ક્રૂડ ઓઈલના ભાવ ગગડયા: 16% કડાકા બાદ WTI $77 નીચે, ભારતને પેટ્રોલ-ડીઝલમાં રાહતની આશા
2 કલાક પહેલા
Categories

નેશનલ

3103 Posts

Related Posts

અમેરિકી ફેડે બીજી વાર વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
આવકવેરા દરોડામાં બિલ્ડરના આર્થિક વ્યવહારોની મહત્વની માહિતી મળી
રાજકોટ
2 વર્ષ પહેલા
સસ્પેન્શન મુદ્દે ઉધ્ધવ ઠાકરેએ શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શેરબજારમાં ખુલતા સપ્તાહે પણ મંદી યથાવત: સેન્સેક્સમાં 500 પોઇન્ટ અને નિફ્ટીમાં 150 પોઈન્ટનો કડાકો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર