Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝરાજકોટ

રાજકોટના આ રસ્તા પર પાથરેલો ડામર રબડીમાં ફેરવાઈ ગયો 

Sun, August 18 2024

  • ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર સમા માલધારી ફાટક પાસેનો રોડની છેલ્લા ત્રણ વર્ષથી કફોડી હાલત : માર્ગ પર ઠેર ઠેર કાદવ-કિચડનું સામ્રાજ્ય 
  • આ રસ્તા પર પાઇપલાઇન નાખવા માટે ખાડા ખોદયા પરંતુ વરસાદ આવતા તંત્રએ ચાલતી પકડી લીધી : કારખાનેદારોની અનેક રજૂઆત કરવા છતાં પણ આ રોડની કામગીરી શરૂ નથી કરાઈ 

વોઇસ ઓફ ડે રાજકોટ 

રાજકોટમાં રોડ રસ્તાનો પ્રશ્ન તો કાયમી માટે રહ્યો છે તેમાં ચોમાસુ હોઈ કે ન હોઈ છતાં પણ રસ્તાઓની હાલત મગરના પીઠ સમા ખડબચડી બની જાય છે. અનેક જગ્યાઓએ ખાડા પડ્યા હોવાના કારણે તેમાં પાણી પણ ભરાઈ રહે છે અને ક્યારેક તો આ ખાડા વાહન ચાલકો માટે જીવલેણ બની જાય છે. ત્યારે શહેરમાં એક એવો રોડ પર આવેલો છે જે રોડ પર પાથરવામાં આવેલા ડામરની તો જાણે વરસાદના પાણીના કારણે રબડી બની ગઈ હોઈ તેવું જોવા મળી રહ્યું છે. એટલી હદે રસ્તાની ખરાબ હાલત થઈ ગઈ છે કે વાહનચાલકને ત્યાંથી વાહન લઈને જવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છતાં પણ નીંભર બનેલા તંત્રને જાણે આ રોડની મરામત કરવામાં રસ જ ન રહ્યો હોય તેમ વર્ષોથી આ રોડ તેવી જ હાલતમાં  રહ્યો છે 

આ રોડ બીજો કોઈ નહીં ઇન્ડસ્ટ્રીયલ સમા ગોંડલ ચોકડી નજીક માલધારી ફાટક પાસેના રોડની વાત કરવામાં આવી રહી છે જે રોડની હાલત તમે તસવીરોમાં જોઈ શકો છો. છેલ્લા ત્રણ વર્ષથી આ રોડની કોઈપણ પ્રકારની મરામત કરવામાં આવી નથી. જેથી ચોમાસુ આવતા જ આ રોડ ડામરની રબડીમાં ફેરવાઈ જાય છે. અને રોડ પર ખાડા પડ્યા હોય છે  ત્યાં પાણી પણ ભરાયેલા રહે છે અને મસમોટા ખાડા ના કારણે આ રોડ પર રીક્ષા ચાલકો નોકરી ઉપર આવતા વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. અહીંના કારખાનેદારો દ્વારા અનેકવાર મનપાને અહીં રીપેરીંગ કામ કરવા માટેની રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ કોઈ  પદાધિકારીઓમાં આ રસ્તાને રીપેરીંગ કરવા માટેની હિંમત જ નથી. 

 થોડા સમય પહેલા જ અહીં પાઇપલાઇન નાખવા માટે મોટા ખાડા ખોદવામાં આવ્યા હતા. જે હજુ તેમના તેમ પડ્યા છે. ચોમાસા પહેલા ખાડા ખોદવાનું કામ શરૂ કર્યું બાદ કોઈપણ પ્રકારના પાઇપ નાખવામાં ન આવ્યા અને વરસાદ આવતા જ ખાડાને તે જ સ્થિતિમાં મૂકીને તંત્રએ ચાલતી પકડી લીધી હતી. જેથી રાત્રીના આ ખાડો કદાચ કોઈના માટે જીવણ સાબિત પણ થઈ શકે છે. આ વિસ્તારમાં અનેક કારખાનાઓ આવેલા છે જેથી આ માર્ગ પર રોજિંદા હજારોની સંખ્યામાં લોકો પોતાનું વાહન લઈને અવરજવર કરતા હશે છતાં પણ તંત્રએ આ રોડ સુધી આવીને તપાસ કરવાની તસ્દી લીધી નથી.

રોડ રસ્તાની કામગીરી ન કરાતા કારખાનાદારોનો તંત્ર સામેનો ગુસ્સો પણ ચરણ સીમાએ પહોંચી ગયો છે. તેઓ દ્વારા પદાધિકારીઓને આ રોડની મરામત કરવા માટે થોડી ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી રજૂઆત કરી હતી પરંતુ હજુ સુધીની સ્ટેન્ડિંગમાં આ રોડ વિશેની કોઈ ગ્રાન્ટ ફાળવવામાં ન આવતા કારખાનેદારો રોષે ભરાયા છે અને આવતા દિવસોમાં લડી લેવાના મૂડમાં હોઈ તેવું ચર્ચાઈ રહ્યું છે.

Tags:

gujaratgujarat newsrajkotrajkot roadRoad Rasta Campaign

Share Article

Other Articles

Previous

કાલે મહિલાઓ સિટી બસમાં મફત મુસાફરી કરી શકશે

Next

આજનું રાશિફળ : આજનો દિવસ આ રાશિના જાતકો માટે અત્યંત શુભ, ચિંતાઓમાંથી રાહત મળશે ; ધનલાભ થશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
22 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
23 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
23 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
24 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

ભારતીય સ્ટુડન્ટની હત્યા કરનારને યુકેની કોર્ટે છોડી મૂક્યો : મુક્કો મારીને મર્ડર થયું હતું
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
બિહારમાં રાજકીય ઘમાસાણને પગલે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં 9 સભ્યો ગેરહાજર
Breaking
1 વર્ષ પહેલા
મુસ્લિમ તાંત્રિકે હેવાનિયતની હદ વટાવી : કબ્રસ્તાનમાં સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
ક્રાઇમ
9 મહિના પહેલા
અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાના હો તો વાંચી લો આ ખાસ માહિતી
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર