- મોબાઈલ ખોવાયો છે ? સિમ બ્લોક કરવાની સાથે સૌથી પહેલા બંધ કરો UPI
આજના યુગમાં દરેક બીજી વ્યક્તિ કેશ ટ્રાન્ઝેક્શનને બદલે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધુ કરે છે. જ્યારે UPI એટલે કે યુનિક પેમેન્ટ ઈન્ટરફેસનો મોબાઈલ વ્યવહારોમાં સૌથી વધુ ઉપયોગ થાય છે. તમે મોબાઇલ પર Google Pay, Paytm અને Phone Pay જેવી ઘણી UPI એપ્સનો ઉપયોગ પણ કરી રહ્યાં છો. આવી સ્થિતિમાં, જો તમારો ફોન ખોવાઈ જાય છે અને તે સુરક્ષિત નથી, તો તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો. તમારા ફોનના સિમ કાર્ડ અને UPI દ્વારા તમારું એકાઉન્ટ ખાલી કરી શકાય છે. આવી સ્થિતિમાં, સિમ સાથે UPI ID ને તરત જ બ્લોક કરી દેવુ જોઈએ.
જો તમારો ફોન ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો નિષ્ણાતો તમને તરત જ તમારું UPI ID બ્લોક કરવાની સલાહ આપે છે. તો ચાલો જાણીએ UPI ID ને બ્લોક કરવાની પ્રક્રિયા.
જો તમારો ફોન ખોવાઈ ગયો છે અને તમારા ફોન પર કોઈ પાસવર્ડ નથી. તો આવી સ્થિતિમાં સૌથી પહેલા UPI ID ને ડિસેબલ કરો. ઘણી વખત હેકર્સ તમારા UPI ID નો દુરુપયોગ કરી શકે છે. જો તમારા Google Pay પર UPI ID બનાવેલ છે. તેથી તેને બ્લોક કરવા માટે, તમે અન્ય કોઈપણ ફોનથી 18004190157 નંબર ડાયલ કરી શકો છો અને ગ્રાહક સંભાળને સીધી જાણ કરી શકો છો અને તમારું ID બ્લોક થઈ જશે.
ફોન ચોરીના કિસ્સામાં સૌથી મોટો ખતરો સિમ કાર્ડથી છે, કારણ કે મોટાભાગના OTP ફક્ત સિમ કાર્ડ પર જ આવે છે. આવી સ્થિતિમાં સિમ બ્લોક કરીને અને ફોનના તમામ UPI ID રદ કરીને બેંકિંગ છેતરપિંડીથી બચી શકાય છે. જો તમે Paytm પર UPI ને બ્લોક કરવા માંગો છો, તો તમે હેલ્પલાઈન નંબર 01204456456 પર જઈને લોસ્ટ ફોન ઓપ્શન પર જઈને તમામ ડિવાઈસમાંથી લોગ આઉટનો વિકલ્પ પસંદ કરી શકો છો.