વડોદરામાં ગોઝારો અકસ્માત : ટ્રક અને આઇસર વચ્ચે ટક્કર થતાં 1 વ્યક્તિનું મોત 25થી વધુ ઈજાગ્રસ્ત
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના વડોદરામાં સામે આવી છે જેમાં ટ્રક અને આઇસર વચ્ચે ગંભીર અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે તો 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે આ મામલે પોલીસ મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના વડોદરાના સાવલી તાલુકાની છે જ્યાં ભાદરવા સાંકળદા રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ચાયડા ગામ પાસે બાવાની મડી આગળ ટ્રક અને આઇશર વચ્ચે ટક્કર થતાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે તો અન્ય 25થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે-ટોળાં ઉમટ્યા હતા અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય હતા ત્યારે બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
આજે સવારે છોકરાની બાબરીમાં જતાં પરિજનોથી ભરેલી આઇસર ટ્રક અને સિમેન્ટ ભરેલા ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 1નું મોત નીપજ્યું છે. જ્યારે આઇસર ટ્રકમાં સવાર 25થી વધુ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.