અમદાવાદ મનપાના મોટા અધિકારીને લાંચ લેતા ACBએ ઝડપ્યા, ઘરની તપાસ કરતા મળ્યો ખજાનો
લાંચિયા લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે છતાં પણ રાજ્યમાં ભ્રષ્ટાચારના મામલાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. અનેક જગ્યાઓ પર બાબુઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા છે અને સરકારી કામગીરી માટે લાંચ લેતા હોય છે ત્યારે આજે આવી ઘટના અમદાવાદમાં સામે છે જેમાં મનપાના વર્ગ 2ના અધિકારી રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.

મળતી વિગતો અનુસાર અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ 2ના અધિકારી હર્ષદભાઈ મનહરલાલ ભોજક ₹20,00,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. તેમના રહેણાંક ફ્લેટ પ્રગતિનગર એરીયા અમદાવાદ ખાતે એસીબીની ટીમે પંચ રૂબરૂ જડતી તપાસ કરતા રૂપિયા 73 લાખની રોકડ રકમ તથા સોનાનું બિસ્કીટ આશરે સાડા ચાર લાખની કિંમતનું મળી કુલ રૂપિયા 77 લાખ ઉપરાંતની માલમતા ધોરણસર કબજે કરેલ છે. દસ્તાવેજો તથા અન્ય મિલકતો બાબતેને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જમીનનો કબ્જો આપવા માંગી હતી લાંચ
રાજકોટ અગ્નિકાંડમાં મનપાના પૂર્વ TPO સાગઠીયા દ્વારા જે રીતે કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેવી ઘીના અમદાવાદમાં પ્રકાશમાં આવી છે જેમાં અમદાવાદ મનપા દ્વારા પાર્જીત જમીનની વૈકલપિક જગ્યા આપવા માટે કાયદેસર કાગળ કરી આપવા કરાર થયો હતો. એ માટે આસિસ્ટન્ટ TDOએ લાંચ પેટે 20 લાખ રૂપિયા માગ્યા હતા. ત્યારે 20 લાખ રૂપિયાની લાંચ લેતા અધિકારી રંગે હાથ પકડાઈ ગયા. આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને ખાનગી એન્જિનિયર આશિષ પટેલ દ્વારા લાંચ માગવામાં આવી હતી. વડીલો પાર્જીત જમીનમાં દુકાનો તોડી પડતાં ફરી જમીનનો કબ્જો આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ TDOએ 20 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ લાંચની રકમ લેતી વખતે AMCના આસિસ્ટન્ટ TDO અને એન્જિનિયર ACBના હાથે રંગેહાથે ઝડપાયા હતા. ACBએ બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
