અમરનાથ યાત્ર માટે રજીસ્ટ્રેશન શરૂ
યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 9 ઓગસ્ટ સુધી ચાલશે
અમરનાથ યાત્રા દર વર્ષે ઉનાળામાં થાય છે અને તેનો ઇતિહાસ ઘણો જૂનો છે. સરકારે 14 એપ્રિલથી એટલે કે સોમવારથી જ વર્ષ 2025 ની અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ કરી દીધું હતું. પ્રતિ વર્ષ હજારો યાત્રિકો તેમાં જોડાય છે .
આ વર્ષે અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે અને 9 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ વખતે, ભક્તોને પૂરા 39 દિવસ સુધી બાબા બર્ફાનીના દર્શન કરવાનો મોકો મળશે. . આ માટે રજીસ્ટ્રેશન ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે કરાવી શકાય છે.
દેશભરમાં 533 બેંક શાખાઓ પર રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. આ માટે આધાર કાર્ડ અને મેડિકલ સર્ટિફિકેટની જરૂર પડે છે. આ વખતે, સરકાર યાત્રાળુઓને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા જઈ રહી છે, જેથી યાત્રા આરામદાયક બની શકે. સુરક્ષાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.