સુરતમાં દારૂના અડ્ડા પર જનતા રેડ બાદ અડાજણ પોલીસ ફરી વિવાદમાં આવી છે. શહેરમાં મહિલા સાથે પોલીસકર્મીઓએ ગેર વર્તન કરવાની ઘટના સામે આવી છે જેમાં ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે પોલીસે અણછાજતું વર્તન કર્યાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ત્યારે આ મામલે શું પોલીસ સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે !!
મળતી વિગતો અનુસાર આ ઘટના સુરતના અડાજણ સૌરભ પોલીસ સ્ટેશનની છે જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે જ પોલીસે ગેરવર્તન કર્યું હતું. મહિલાઓના સન્માનની મોટી-મોટી વાતો વચ્ચે પોલીસ કર્મચારીઓ દ્વારા જ મહિલાઓનું સન્માન ન જણાવવામાં આવ્યું હતું.
શું બની હતી ઘટના ??
પોલીસ સ્ટેશને બે મહિલા ફરિયાદ કરવા ગઈ હતી ત્યારે પોલીસ કર્મચારીથી મહિલાની મર્યાદા જાળવી ન હતી. મહિલાએ પોલીસના ગેરવર્તનનો વિડીયો ઉતારતા ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી અને કહ્યું મારી પરમિશન વગર વિડીયો ઉતારે છે હમણાં ગુનો દાખલ કરું છું.
સુરત શહેર પોલીસ સામાન્ય નાગરિકો સાથે આરોપી જેવો વ્યવહાર કરી રહી છે. શું અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીને મહિલાઓ સાથે વાતચીત કરવાનું ભાન નથી. પોલીસ કર્મચારી જ મહિલાને કહ્યું કે વિડીયો ઉતારે તો આઇટી એક્ટ વિરુદ્ધ ફરિયાદ કરીશ. ત્યારે વાયરલ વીડિયોના આધારે સુરત શહેર પોલીસ કમિશનર શું જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરશે કે કેમ એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.