ભસ્મથી કેમ કરાય છે ઉજ્જૈનના મહાકાલની આરતી?
ભગવાન શિવનાં 12 જ્યોતિલીંગમાંથી એક જ્યોતિલીંગ
મધ્યપ્રદેશનાં ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિરમાં ભગવાન શિવનાં 12 જ્યોતિલીંગમાંથી એક માનવામાં આવે છે. અહીંયા દુનિયાભરમાંથી ભક્તો ભગવાન શિવની પૂજા તેમજ દર્શન કરવા માટે આવે છે. મંદિર સાથે ઘણા રહસ્યો છે. જેના લીધો આ મંદિર વિશ્વમાં પ્રસિદ્ધ છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન મહાકાલનાં દર્શન કરનાર વ્યક્તિનું જીવન તેમજ મૃત્યું ચક્ર સમાપ્ત થઈ જાય છે. ભગવાનનાં દર્શન કે મૃત્યું બાદ મોક્ષ પ્રાપ્તિ થાય છે.

ભસ્મ આરતી સાથે જોડાયેલી પૌરાણીક કથા
પૌરાણિક કથા અનુસાર પ્રાચીન સમયમાં દુષણ નામના રાક્ષસે ઉજ્જૈનમાં વિનાશ સર્જ્યો હતો. આવી સ્થિતિમાં લોકોએ રાક્ષસના પ્રકોપથી પોતાને બચાવવા માટે ભગવાન મહાદેવને પ્રાર્થના કરી. આ પછી ભગવાન શિવે દુષણનો વધ કર્યો અને લોકોની પ્રાર્થના પર મહાકાલ બનીને ઉજ્જૈનમાં રહેવા લાગ્યા. એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાન શિવે અહીં દુષણની ભસ્મથી પોતાનો શણગાર કર્યો હતો. તેથી જ આજે પણ મહાદેવ ભસ્મથી શોભિ કરવામાં આવે છે. આ એક એવું મંદિર છે. જ્યાં દિવસમાં 6 વખત ભગવાન મહાકાલની આરતી કરવામાં આવે છે.

પુરાણોમાં મળે છે વર્ણન
પુરાણો અનુસાર મહાકાલેશ્વર મંદિર ખૂબ જ પ્રાચીન માનવામાં આવે છે. શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, ભગવાન શ્રી કૃષ્ણનાં દત્તક લીધેલા નંદની આઠ પેઢીઓ પહેલા મહાકાલ અહીંયા રહેતા હતા. વેદ વ્યાસે પણ મહાભારતમાં લખ્યું છે કે, કાલિદા, બાણભટ્ટ અને અન્યોએ પણ આ જ્યોતિલિંગ વિશે લખ્યું છે.
ભસ્મ આરતી સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો
ભગવાન મહાકાલની ભસ્મ આરતી સવારે 4 વાગ્યે કરવામાં આવે છે. ભસ્મને સૂતરાઉ કપડામાં બાધી દેવામાં આવે છે. જે બાદ શિવલિંગ પર વેરવિખેર કરતા કરતા આરતી કરવામાં આવે છે. ભસ્મ આરતી દરમ્યાન મહિલાઓએ ઘૂંઘટ કરવું ફરજીયાત છે. આ સિવાય પૂજીારી ધોતી પહેરને આરતી કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર, ભસ્મ આરતીનાં સમયે મહાકાલ નિરાકાર સ્વરૂપમાં હોય છે. આ કારણથી આરતી દરમ્યાન મહિલાઓને ઘૂંઘટ કરવો જરૂરી છે.