ઉત્તર પ્રદેશમાં ભાજપને ઝટકો : ઇન્ડિયા ગઠબંધનને બહુમતી
- કોંગ્રેસના ‘ ચપરાસી ‘ સામે સ્મૃતિ ઈરાની હાર્યા
- રાયબરેલી પર રાહુલ નો વિજય: મેનકા ગાંધી સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓનો પરાજય: બીએસપી નું ખાતું પણ ન ખુલ્યું.
ઉત્તર પ્રદેશમાં મતદારોએ ચમત્કાર સર્જ્યો છે. યોગી અને મોદીનું ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પક્ષનો ગઢ ગણાતું હતું પરંતુ દેશમાં સૌથી વધારે 80 સાંસદો આપનાર આ રાજ્યમાં ભારતીય જનતા પક્ષને કારમો ઝાટકો લાગ્યો છે. 2019 માં 62 બેઠકો પર વિજય મેળવનાર ભારતીય જનતા પક્ષ આ વખતે માત્ર 32 બેઠકો મેળવી શક્યો છે. તેની સામે ગત ચૂંટણીમાં માત્ર પાંચ બેઠકો પર વિજય મેળવનાર સમાજવાદી પાર્ટીનો 38 બેઠકો પર ભવ્ય વિજય થયો છે.
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું પ્રદર્શન પણ સુધર્યું છે. ગત ચૂંટણીમાં એકમાત્ર રાયબરેલીની બેઠક ઉપર વિજય મેળવનાર કોંગ્રેસને ખાતે આ વખતે છ બેઠકો મળી છે. ભાજપના સાથી પક્ષોમાં પણ આપનાદલને એક બેઠક મળી તેને બાદ કરતાં બાકીનો એક અને રાષ્ટ્રીય અલખધણીને બે બેઠકો મળી હતી. ગત ચૂંટણીમાં 10 બેઠકો મેળવનાર 200 પાનો પણ સફાયો થઈ ગયા છે.
ઉત્તર પ્રદેશના પરિણામોએ અનેક અપસેટ સર્જ્યા છે. અમેઠીની બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર કિશોરીલાલ શર્માને સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના ચપરાશી ગણાવ્યા હતા પરંતુ એ ચપરાસી એ સ્મૃતિ ઈરાનીને હાર આપતા ભાજપની છાવણીમાં સોપો પડી ગયો હતો. સોનિયા ગાંધીએ ખાલી કરેલી રાયબરેલીની બેઠક રાહુલ ગાંધીએ જાળવી રાખી છે.
સૌથી મોટું આશ્ચર્ય ફૈઝાબાદના પરિણામે સર્જ્યું છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ બાદ રામના નામે તરી જવાની ભાજપને આશા હતી પરંતુ ફૈઝાબાદમાં પણ ભાજપનો પરાજય થયો છે. એ જ રીતે હિન્દુઓના મોટા તીર્થસ્થાન અલ્લાહબાદમાં પણ ભાજપને પરાજય નો સ્વાદ ખમવો પડ્યો છે.
મહત્વની બેઠકો
- ફતેહપુર: ભાજપના ઉમેદવાર સાધ્વી નિરંજન જ્યોતિ નો પરાજય
- મુસાફર નગર: ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી સંજય બલીયાન હાર્યા
- સુલતાનપુર: મેડકા ગાંધીનો પરાજય.
- લખીમપુર ખીરી: કેન્દ્રીય મંત્રી અજય કુમાર મિશ્રાનો
સમાજવાદી પાર્ટીના ઉત્કર્ષ વર્મા સામે પરાજય.