ઓરિસ્સામાં ભાજપને પ્રથમ વાર સત્તા : નવીન પટનાયકના BJDનું પત્તુ સાફ
- 24 વર્ષથી સત્તામાં રહેલા નવીન પટનાયક સરકારનો પરાજય
ઓરિસ્સામા છેલ્લા 20 વર્ષથી સત્તામાં રહેલી નવિન પટનાયકની બીજુ જનતા દળના સૂપડા સાફ થઈ ગયા છે અને ઓરિસ્સામાં ભાજપને બહુમતી મળી ગઈ છે. 147 બેઠકો ધરાવતી ઓરિસ્સા વિધાનસભામાં ભાજપને જીતવા માટે 74 બેઠકોની જરૂર હતી અને ભાજપને 80 બેઠકો મળી છે. અહીં છેલ્લા 24 વર્ષથી બીજેડી સતત એકચક્રી રાજ કરી રહી છે.
ઓરિસ્સામાં પ્રથમવાર એવુ બન્યું છે કે અહીં નવિન પટનાયકના ગઢના કાંગરા ખેરવી ભાજપ સત્તા ઉપર આવીએ છે.
ઓરિસ્સાના નવિન પટનાયકના અનેક મંત્રીઓ પણ હારી ગયા છે. ગત ચૂંટણીના આંકડા પર નજર કરીએ તો 2019ની વિધાનસભા ચૂંટણીમાં BJDને 147માંથી 117 બેઠકો પર જીત મળી હતી. જ્યારે ભાજપને 23 સીટ અને કોંગ્રેસને 9, CPI(M)ને 1 અને અપક્ષને 1 બેઠક મળી હતી. જ્યારે મુખ્યમંત્રી નવિન પટનાયક છેલ્લા 24 વર્ષથી સીએમ છે.