Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingક્રાઇમગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર 8.9 કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો, બેંગકોકથી આવેલા મુંબઈના મુસાફરની ધરપકડ

Mon, September 21 2026

ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો વધુ એક પ્રયાસ અમદાવાદ કસ્ટમ્સે નિષ્ફળ બનાવ્યો છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 8.9 કિલો હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો ઝડપાયો છે. કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ બેંગકોકથી આવેલા મુંબઈના એક મુસાફરની ધરપકડ કરી છે.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, તારીખ 21 સપ્ટેમ્બરના રોજ બેંગકોકથી અમદાવાદ આવતી થાઈ એરવેઝની ફ્લાઇટ નંબર TG 343 એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. અગાઉથી મળેલી બાતમી અને પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે AIUની ટીમ એલર્ટ હતી.

આ દરમિયાન મુંબઈના રહેવાસી એક પુરુષ મુસાફરની હિલચાલ શંકાસ્પદ લાગતા તેને અટકાવવામાં આવ્યો હતો. તેની ચેક-ઇન બેગેજની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન બેગમાં કપડાંની વચ્ચે ખૂબ જ ચાલાકીપૂર્વક છુપાવવામાં આવેલા 14 એરટાઇટ પારદર્શક પ્લાસ્ટિકના પેકેટ મળી આવ્યા હતા. પેકેટ ખોલતા અંદર લીલા રંગનો ગાંજા જેવો પદાર્થ જોવા મળ્યો હતો. તાત્કાલિક NDPS ફિલ્ડ ટેસ્ટિંગ કિટથી તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં તે ઉચ્ચ ક્વોલિટીનો હાઇડ્રોપોનિક ગાંજો હોવાનું સામે આવ્યું હતું.

8,913 ગ્રામ ગાંજો જપ્ત

કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા જપ્ત કરાયેલા જથ્થાનું વજન કરવામાં આવતા કુલ વજન 8,913 ગ્રામ એટલે કે 8.9 કિલો જેટલું થયું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત કરોડોમાં આંકવામાં આવી રહી છે.

હાઇડ્રોપોનિક ગાંજો સામાન્ય ગાંજા કરતા અનેક ગણો વધુ નશીલો અને મોંઘો હોય છે, તેની ખેતી પાણીમાં ખાસ ટેકનોલોજીથી કરવામાં આવે છે.

કસ્ટમ્સ વિભાગે NDPS એક્ટ 1985ની કલમ હેઠળ સમગ્ર જથ્થો જપ્ત કરી મુસાફરની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં તે આ જથ્થો કોના કહેવાથી લાવ્યો હતો અને અમદાવાદ કે મુંબઈમાં કોને ડિલિવરી આપવાનો હતો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં બેંગકોકથી હાઇડ્રોપોનિક ગાંજો લાવવાના કિસ્સાઓમાં વધારો થયો છે.

Tags:

AhmedabadAirportAhmedabadCrimeNewsAhmedabadCustomsAhmedabadNewsBangkokToAhmedabadCustomsAIUDrugBustGanjaSeizedGujaratCrimeHydroponicGanjaNDPSActvodvoiceofday

Share Article

Other Articles

Next

જાપાનના નાગોયામાં Asian Games 2026ની ભવ્ય ઓપનિંગ સેરેમની : મનુ ભાકર-પવન સેહરાવતે લહેરાવ્યો ત્રિરંગો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
અમદાવાદ એરપોર્ટ પર 8.9 કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો, બેંગકોકથી આવેલા મુંબઈના મુસાફરની ધરપકડ
28 મિનિટutes પહેલા
જાપાનના નાગોયામાં Asian Games 2026ની ભવ્ય ઓપનિંગ સેરેમની : મનુ ભાકર-પવન સેહરાવતે લહેરાવ્યો ત્રિરંગો
2 દિવસ પહેલા
હોકર્સ ઝોનથી ડેપ્યુટી મેયરના આવાસ સુધી… રાજકોટ જનરલ બોર્ડમાં અનેક મુદ્દે ચર્ચા, હેમાંગ વસાવડાના આક્ષેપો પર મેયરે આપી શુભકામના
2 દિવસ પહેલા
પ્રેમ છે પણ કહેવું નથી, પાર્ટનર છે પણ બતાવવો નથી… બસ આ જ છે Gen-Z નો રિલેશનશિપમાં નવો ટ્રેન્ડ “સોફ્ટ લોન્ચ”
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3622 Posts

Related Posts

ગટર સફાઇ દરમ્યાન મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારજનોને 30 લાખનું વળતર ચૂકવો :સુપ્રિમ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
માલીયાસણ ગામે ખેડૂતના મકાનમાંથી તસ્કરો રૂ.1.90 લાખની મતા ચોરી ગયા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
રાજકોટમાં આજથી નેશનલ સ્વિમિંગ કોમ્પિટિશન : 3500 તરવૈયાઓ જીત માટે મારશે ધુબાકા
ગુજરાત
2 વર્ષ પહેલા
મહિલા આરક્ષણ લાગુ થયા પછી ગુજરાતમાં ૯ મહિલા સાંસદો થશે
નેશનલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર