ભારે વરસાદના કારણે અમદાવાદ, સુરત, નવસારીમાં આર્મીની 6 કંપની ઉતારાઇ
ગુજરાતમાં એક સાથે ચાર-ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદસ પડવાની શક્યતાને કારણે વહીવયીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે જેમાં અમદાવાદ-સુરત-નવસારીમાં આર્મીની ૬ કંપની તેમજ ૫૦ NDRF અને SDRFની ટીમ તૈયાર રાખવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાના કારણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા તમામ આગોતરા પગલાં લેવામાં આવ્યા છે.
અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર અને બોટાદમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કોઈ અનિચ્છનીય દૂર્ઘટના ન સર્જાય તે માટે વહીવટીતંત્રએ તમામ પગલાં લીધા છે.
જેમાં અમદાવાદ, સુરત અને નવસારીમાં આર્મીની ૨-૨ કંપની તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, અમરેલી, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, છોટા ઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, નવસારી, પંચમહાલ, સુરત, વડોદરા, વલસાડ અને વાવ થારાદમાં NDRFની ૧૭ ટીમ મુકવામાં આવી છે.
જ્યારે અમદાવાદ-૨ અને નવસારી, સુરતમાં ત્રણ-ત્રણ NDRFની ટીમ અને તાપીમાં બે SDRFની ટીમ મળી મોટાભાગના જિલ્લામાં કુલ ૩૩ SDRFની ટીમ બોટ તેમજ જરૂરી બચાવકાર્યના સાધનો સાથે તૈયાર રાખવામાં આવ્યા છે.
