ટ્રમ્પ આ નીતિને કારણે ત્રણ લાખ ભારતના વિદ્યાર્થીઓની નોકરી પર મંડરાયો ખતરો, વાંચો શું છે સમગ્ર મામલો
અમેરિકન કોંગ્રેસમાં ઓપ્શનલ પ્રેક્ટીકલ ટ્રેનિગ (OPT) કાર્યક્રમના ખતમ કરવાનું બિલ પસાર થયે અમેરિકામાં પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ બંધ થઈ જશે.
ટ્રમ્પ સરકારના આ પગલાને કારણે 3,00,000 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ નોકરી ગુમાવે તેવી ખતરો સર્જાયો છે. એ કાર્યક્રમ અત્યાર સુધી STEM ( સાયન્સ, ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ) ક્ષેત્રના વિદ્યાર્થીઓને અમેરિકામાં કામનો અનુભવ મેળવવામાં સેતુ રૂપ ભૂમિકા ભજવતો હતો.
OPT કાર્યક્રમ ભારતીય વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વ ધરાવે છે. ઓપન ડોર્સ 2024 રિપોર્ટ અનુસાર, 2023-24 શૈક્ષણિક વર્ષમાં અમેરિકામાં રહેતા લગભગ એક-તૃતીયાંશ ભારતીય વિદ્યાર્થી ઓ OPT માટે પાત્ર હતા. આ પ્રોગ્રામ હાલમાં ગ્રેજ્યુએશન પછી 12 મહિના માટે કામની મંજૂરી આપે છે, જેમાં STEM વિદ્યાર્થીઓ માટે વધારાના 24 મહિનાની એટલે કે કુલ 36 મહિના સુધીની કામની તક શામેલ છે. હવે આ બિલ પસાર થયા બાદ OPT વિના, વિદ્યાર્થીઓએ તાત્કાલિક H-1B વર્ક વિઝા મેળવવા પડશે અથવા દેશ છોડવો પડશે પણ H-1B વિઝાની લોટરી-આધા મર્યાદાને કારણે આ એક મુશ્કેલ પડકાર છે.
સતાવાર આંકડાઓ મુજબ વર્ષ 2023માં 2,76,452 વિદ્યાર્થીઓ OPT પર 1,22,101 વિદ્યાર્થીઓ STEM OPT પર અને 1,40,829 વિદ ઓ CPT પર મળી આ પ્રોગ્રામ હેઠળ કુલ 5,39,382 વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકામાં કામ કરી રહ્યા હતા. આ યુનિવર્સિટીઓ અને વિદેશી વિદ્યાર્થીઓમાં ભારે ચિતા ની લાગ ફેલાવી છે. કેટલાક વિદ્યાર્થીઓ હવે કેનેડા અને જર્મની જેવા ઈમિગ્રન્ટ-ફ્રેન્ડલી નીતિઓ ધરાવતા દેશોમાં જવાનું વિચારી છે.બીજી તરફ જો આ બિલ પસાર થાય, તો વિદેશી પ્રતિભઉપર ખૂબ નિર્ભર અમેરિકન યુનિવર્સિટીઓ અને ટેક કંપની લાંબા ગાળાના પરિણામોનો સામનો કરી શકે છે. હાલ સંસ્થાઓ કાનૂની બ્રીફિંગ યોજી રહી છે અને વિદ્યાર્થી અનિશ્ચિત ભવિષ્યમાં આગળના પગલાંનું આયોજન કરવ મદદ કરી રહી છે.