ભારત-પાક. મેચને હિન્દુ-મુસ્લિમ’ બનાવવાનાએજન્ડા’ની ધજ્જીયા !
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં હજારો લોકો સળંગ આઠ કલાકથી અફઘાનિસ્તાન જીતશે તેવા નારા લગાવી રહ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે જે લોકો આ નારાં લગાવી રહ્યા હતા તે દિલ્હીના જ હતા ! મેચ બાદ રાશિદ ખાને દિલ્હીના લોકોના વખાણ પણ કર્યા હતા. એકંદરે અફઘાનની તરફેણમાં લાગી રહેલા નારાં પાકિસ્તાનના એ એજન્ડાની ધજ્જીયા ઉડાવી રહ્યા હતા જેમાં તેણે ભારત-પાકિસ્તાન મેચને હિન્દુ-મુસ્લિમનું રૂપ આપવાની કોશિશ કરી હતી. આ નારાંઓથી પાકિસ્તાનના પેટમાં પણ તેલ રેડાયું છે.
અરુણ જેટલી સ્ટેડિયમમાં હાજર લોકો જે ટીમને પાનો ચડાવી રહ્યા હતા તેમાં કોઈ પણ હિન્દુ નહોતું અને ન કોઈ એવો ખેલાડી જેણે ભારત વિરુદ્ધ કોઈ વિવાદિત નિવેદન આપ્યું હોય. ભારત તરફથી મળેલા પ્રેમને લઈને અફઘાન ક્રિકેટ ટીમ હંમેશા ખુશ જ હોય છે અને હોય પણ કેમ નહીં ? જ્યારે અફઘાન સીમા પર પાકિસ્તાન તોપમારો કરી રહ્યું હતું ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડે તેની ટીમને રમવા માટે સ્ટેડિયમ આપ્યું હતું અને રહેવા માટે ઘર આપ્યું હતું. આ ઉપરાંત વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ આઈપીએલમાં પણ તેમનું સ્વાગત કર્યું હતું. ભારત સામેની મેચમાં નવીન ઉલ હક્કનું હુટિંગ થયું હતું પરંતુ કોહલીના એક ઈશારાએ હજારો લોકોની ભીડનું વલણ બદલાવી નાખ્યું હતું.