મેસ્સીની જર્સીની થશે હરાજી: કરોડો ઉપજશે
ફીફા ફૂટબોલ વર્લ્ડકપ-૨૦૨૨ વિજેતા ટીમના કેપ્ટન લિયોનલ મેસ્સીએ ટૂર્નામેન્ટમાં પહેરેલી ૬ જર્સીઓની હરાજી કરવામાં આવી છે. આ જર્સીની કિંમત ૮૩ કરોડ સુધી પહોંચે તેવી શક્યતા છે. આ પહેલાં મેરાડોનાની જર્સી ૨૦૨૨માં હરાજી દરમિયાન ૭૪.૧૪ કરોડમાં વેચાઈ હતી. આ કોઈ પણ ફૂટબોલ ખેલાડીની સૌથી મોંઘી વેચાનારી જર્સી હતી. મેસ્સીની જર્સીની હરાજી ન્યુયોર્કમાં સોથબી કરશે. ડિયાગો મેરાડોનીની હેન્ડ ઑફ ગોડ ગોલ કરીને પહરેલી જર્સી અને ફૂટબોલની હરાજી પણ સોથબીએ જ કરી હતી.