BGT પહેલાં ઓસ્ટ્રેલીયા સામે ભારતની હાલત ખરાબ
રાહુલ, ગાયકવાડ સહિતના ખેલાડીઓ ફેઈલ
જે ટીમમાં કે.એલ.રાહુલ, ઋતુરાજ ગાયકવાડ, દેવદત્ત પડ્ડીકલ, ધ્રુવ જુરેલ, ખલીલ અહમદ, પ્રસિદ્ધ કૃષ્ણા અને મુકેશ કુમાર જેવા ખેલાડી હોય છતાં ઑસ્ટે્રલિયાના નવાસવા ખેલાડીઓ સામે હારી જાય તો ટીકા થવી સ્વાભાવિક છે. ઓસ્ટ્રેલીયા `એ’ ટીમે બીજી બિનસત્તાવાર ટેસ્ટમાં ભારત-એને ૬ વિકેટે હરાવ્યું હતું.
આ રીતે તેણે સળંગ બે મેચ જીતીને શ્રેણી ૨-૦થી પોતાના નામે કરી હતી. ભારતીય ટીમ તરફથી અંતિમ ઈનિંગમાં ૧૬૮ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલીયન ટીમને પહેલી જ ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ બબ્બે ઝટકા આપ્યા હતા. જો કે અહીંથી નાથન અને કૉન્સ્ટાસે મોરચો સંભાળ્યો અને ટીમને ૪૮ રન સુધી લઈ ગયા હતા. અહીં વિકેટ પડ્યા બાદ ૧૯ વર્ષના સૈમ અને બીયૂ વેબસ્ટરે મોરચો સંભાળી લઈને ટીમને જીત સુધી પહોંચાડી દીધી હતી. સૈમે ૧૨૮ બોલનો સામનો કર્યો હતો જ્યારે બીયૂએ ૬૬ બોલમાં ૪૬ રન બનાવ્યા હતા.