ચહલને પડતો મુકાતાં જ પત્ની ધનશ્રીનો ગુસ્સો સાતમા આસમાને !
એશિયા કપ માટે પસંદ કરાયેલી ટીમમાં અનુભવી સ્પીનર યુઝવેન્દ્ર ચહલની પસંદગી ન થતાં સવાલો ઉભા થયા છે. આ સાથે જ ચહલની પત્ની ધનશ્રીની પ્રતિક્રિયા પણ આવી છે જેમાં તેની નારાજગી સ્પષ્ટ જોવા મળી રહી છે. ધનશ્રીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સવાલ પૂછયો કે શું વધુ વિનમ્ર થવું અને અંતરમુખી હોવું તમારા કામના વિકાસ માટે નુકસાનકારક છે ? ધનશ્રી વર્માના આ સવાલથી એ સવાલ ઉભો થાય છે કે શું ચહલ સાથે અન્યાય થયો છે ? શું ચહલને રમત નહીં બલ્કે પોતાના સ્વભાવને કારણે બહાર કરવામાં આવ્યો છે ? ચહલની જગ્યાએ જેમને પસંદ કરવામાં આવ્યા છે તેનો ટીમ મેનેજમેન્ટ સાથે સારો સંબંધ હતો ? ધનશ્રીની વાતો પરથી તો એમ જ લાગે છે કે ચહલ પોતાની રમતને કારણે નહીં બલ્કે પોતાના નબળા પીઆરને કારણે ટીમમાંથી બહાર થયો છે. આમ જોવા જઈએ તો ચહલનું એશિયા કપની ટીમમાં ન હોવું આશ્ર્ચર્યજનક છે. એક બાજુ જ્યાં પાકિસ્તાન, અફઘાન જેવી ટીમો લેગ સ્પીનર પર દાવ લગાવી રહી છે ત્યારે બીજી બાજુ ભારતે પોતાની ટીમમાં એક પણ લેગ સ્પીનર રાખ્યો નથી !