૧૨૫૨૮૨૯૦૦૦૦…આટલા રૂપિયામાં LSGના માલિકે ખરીદી ઈંગ્લેન્ડમાં ટીમ
આઈપીએલમાં લખનૌ, આફ્રિકામાં ડરબનઅને હવે ઈંગ્લેન્ડમાં રમાતી `ધ હન્ડે્રડ’માં ૪૯% ભાગીદારી આરપીએસજી ગ્રુપની હશે
દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ આઈપીએલની ટીમ લખનૌ સુપરજાયન્ટસના માલિક સંજીવ ગોયન્કાના ગ્રુપે ઈંગ્લેન્ડમાં રમાતી ૧૦૦ બોલની ટૂર્નામેન્ટ `ધ હન્ડે્રડ’માં મેનચેસ્ટર ઓરિજિનલ્સ ફ્રેન્ચાઈઝીના સંચાલન માટે લંકાશર સાથે ભાગીદારીનો અધિકાર હાંસલ કર્યો હતો. આ સાથે જ આઈપીએલ અને એસએ-૨૦ લીગ બાદ હવે આરપીએસજી ગ્રુપ પાસે ઈંગ્લેન્ડની લીગમાં પણ એક ટીમ હશે.

આ ગ્રુપે ફ્રેન્ચાઈઝીમાં ૪૯% ભાગીદારી હાંસલ કરવા માટે સૌથી ઉંચી બોલી લગાવી હતી. ગ્રુપે લંડન સ્પિરિટ ટીમ માટે બોલી લગાવી હતી પરંતુ તેમાં નિષ્ફળ નિવડ્યા હતા. જો કે મેનચેસ્ટર ઓરિજિનલ્સમાં ભાગીદારી હાંસલ કરવા માટે તેણે ૧૧૬ મિલિયન પાઉન્ડ ચૂકવવા પડ્યા હતા. આ રીતે જોવા જઈએ તો ભારતીય રૂપિયામાં આ રકમ ૧૨૫૨૨૮૯૦૦૦ રૂપિયા થવા જાય છે !
હવે આરપીએસજી ગ્રુપ અને લંકાશર આઠ સપ્તાહ સુધી આ સોદાની શરત અંગે ચર્ચા કરશે. લંકાશરે સુચન આપ્યું છે કે તે પોતાની ૫૧% ભાગીદારીમાંથી અમુક ટકા ભાગીદારી વેચવાની ચર્ચા કરવા માટે તૈયાર છે.
આરપીએસજી ગ્રુપના પ્રમુખ અને સંસ્થાપક ગોયન્કાએ ૨૦૨માં એસએ-૨૦માં ડરબન ફ્રેન્ચાઈઝી ખરીદતા પહેલાં ૨૦૨૧માં આઈપીએલમાં લખનૌ સુપરજાયન્ટસ ફ્રેન્ચાઈઝીને ૭૦૯૦ કરોડમાં ખરીદી હતી.