વાહ..! “ઉડાન”હોય તો આવી
આભમા ઊંચી ઉડાન ભરવાના સપના વિશે સાભળીને મજાક ઉડાડનાર ગ્રામજનો આજે કરે છે ગર્વ
ફળિયામા સૂતા સૂતા પ્લેનને જોઈ પાયલોટ બનવાનુ સપનુ ખેડૂત પરિવારની પુત્રીએ સાકાર કર્યું
જ્યા ચાહ ત્યા રાહ અથાક પરિશ્રમ વગર ક્યારે પણ સિદ્ધિ હાસલ થતી નથી. કાચા મકાનમા રહેતા બાળકોને રમકડાનુ વિમાન પણ ઉડાવવાનુ નસીબ થતુ નથી ત્યારે ગરીબીને રુકાવટ બનવા ન દઈ જબુસરના ખોબા જેવડા કીમોજ ગામની ઉર્વશી દુબે કોમર્શિયલ પાયલટ બની વિમાન ઉડાવી રહી છે. ભરૂચ જિલ્લાના જબુસર તાલુકાના કિમોજ ગામની ઉર્વશી દુબે પાયલોટ બની છે. ઉર્વશી દુબે નાનપણમા રાત્રે બહાર સૂઈને આકાશમા વિમાન ઉડતુ જોઈને તેની માતાને કહેતી કે, મમ્મી હુ પણ એક દિવસ વિમાન આકાશમા ઉડાવીશ. ઉર્વશીએ આજે પાયલોટ બની પોતાનુ સ્વપનુ સાકાર કર્યું છે. ધોરણ ૬મા અભ્યાસ કરતી એક સામાન્ય પરિવારની ખેડૂતપુત્રી ઉર્વશી દુબેએ આકાશમા ઊડતા પ્લેનને જોઈ આભમા ઊડવાનુ જોયેલુ સ્વપનુ કઠણાઇઓને પાર કરી સાકાર કર્યું છે. કાચા મકાનમા રહેતી ઉર્વશી અનેક આર્થિક કઠણાઈઓને પાર કરી આજે કોમર્શિયલ પાઇલટ બની આભમા ઊંચી ઉડાન ભરી રહી છે. ૧૦ વર્ષની ઉંમરે ઉર્વશીએ પહેલીવાર પરિવાર સમક્ષ પોતાની મહત્વકાક્ષા વ્યક્ત કરી ત્યારે પરિવારે પણ તેની વાતને મજાકમા લીધી હતી પણ આજે ઉર્વશીએ દોઢ દાયકા પૂર્વે જોયેલુ સ્વપન સાકાર કર્યું છે.
ભરૂચ જિલ્લાના જબુસર તાલુકાના છેવાડાના કીમોજ ગામમા માટીવાળા કાચા ઘરમા રહેતી ખેડૂતની પુત્રી ઉર્વશી દુબે પાયલોટ બની ઘરે આવી ત્યારે દીકરીને હર્ષના આસુ સાથે વધામણા આપવામા આવ્યા હતા. કિમોજ ગામના સામાન્ય ખેડૂત અશોકભાઈ અને માતા નીલમબેનની દીકરી ઉર્વશીએ નાનપણમા ૧૦વર્ષની ઉંમરે આકાશમા ઉડતા વિમાનને જોઈ પરિવારને પ્રશ્ન પૂછ્યો હતો જે આ પ્લેન કોણ ઉડાવતુ હશે? તેને ઈચ્છા વ્યક્ત કરી કે મારે પણ આવુ પ્લેન ઉડાવવુ છે. આ સમય સાથે નાનકડી ઉર્વશીએ પાયલોટ બની પ્લેન ઉડાવવાનો નીર્ધાર કરી લીધો હતો. સ્વપનને સાકાર કરવા પરિશ્રમને કાકા પપ્પુ દુબેનો સાથ મળ્યો હતો જેમણે ઉર્વશીનો અભ્યાસનો ખર્ચ ઉઠાવ્યો હતો. કમનશીબે પપ્પુ દુબે કોરોનામા અકાળે મૃત્યુ પામતા ફરી આર્થિક ભીંસની અડચણ સ્વપનોના આડે આવી હતી પણ જાત પડકાર સામે હાર ન માની ઉર્વશીએ સ્વપનને સાકાર કર્યું હતુ. ગામની સામાન્ય શાળામા અભ્યાસ કર્યો ઉર્વશીએ ગામની જ ગુજરાતી શાળામા જ પ્રાથમિક શિક્ષણ મેળવ્યુ હતુ. ૧૨ સાયન્સ મેથ્સ સાથે લઈ તે આગળ વધી હતી. જબુસરથી વડોદરા અને ઈન્દોરથી બાદમા દિલ્હી અને જમશેદપુર સુધી અભ્યાસના સફર બાદ ઉર્વશીએ કોમર્શિયલ પાયલોટનુ લાયસન્સ હાસલ કર્યું છે. પિતા અને કાકાના સપોર્ટ અને અથાગ પરિશ્રમથી ઉર્વશી પાયલોટ બની ઉર્વશીએ કિમોજની ગુજરાતી શાળામા પ્રાથમિક શિક્ષણ મેળવ્યુ હતુ. બાદ પાયલોટ બનવા માટે શુ જરૂરી છે તે સમજી આગળનો અભ્યાસ શરૂ કર્યો હતો.
હવે ભવિષ્યમા બોઇંગ ૭૭૭ એરક્રાફ્ટ ઊડાડવાનુ ધ્યેય
સમાન્ય ખેડૂત પરિવારમાથી આવતી આ દીકરીના આભમા ઊંચી ઉડાન ભરવાના સપના વિશે સાભળીને લોકો મજાક ઉડાવતા હતા. ઉર્વશી અને એમના પિતાએ બેન્કોમા પણ લોન માટે આટા-ફેરા કરીને પણ દીકરીને પાયલોટ બનાવી છે. પિતાના દ્રઢ નિર્ણય અને ઉર્વશીના અથાગ પરિશ્રમના કારણે એમના પિતાએ આખરે ઉર્વશીને પાયલટ બનાવી છે.૧૫ જાન્યુઆરીએ ઉર્વશી દુબેને પાયલોટનુ લાયસન્સ મળ્યુ છે. માત્ર ૨૨ વર્ષની વયે ઉર્વશીએ પાયલોટ બની જિલ્લાનુ ગૌરવ વધાર્યું છે. હવે ઉર્વશીનો ધ્યેય ભવિષ્યમા બોઇંગ ૭૭૭ એરક્રાફ્ટ ઊડાડવાનુ ધ્યેય છે.
હાર માન્યા વગર પડકાર પાર કર્યા
ઉર્વશીએ જણાવ્યુ હતુ કે એક ખેડૂતની દીકરીને પાયલોટ બનવા ૨૫ થી ૩૦ લાખની વ્યવસ્થા એ મોટો પડકાર હતો. અભ્યાસનો ખર્ચ ઉઠાવી રહેલા કાકા પપ્પુ દુબેના અવસાન બાદ એક સમયે અભ્યાસ છોડી દેવા સુધી વિચાર કર્યો હતો. જનરલ કેટેગરીના કારણે સ્કોલરશીપ ન મળી તો લોન માટે પણ પ્રયાસ કર્યા હતા. કોઈ પણ બેંક લોન માટે બાકી ન રાખી પણ ગરીબ પરિવાર હોવાથી સિક્યુરિટી ન હોવાથી એકપણ બેંકે એજ્યુકેશન લોન ન આપી હતી. આમ છતા હાર માન્યા વગર એક એક મોરચે લડતા લડતા આખરે ધીરજ સાથે આગળ વધી અભ્યાસ પૂર્ણ કરી સપનુ સાકાર કરી લાયસન્સ પ્રાપ્ત કર્યું છે. જીવનમા તકલીફો ઘણી આવી, જો કે તકલીફો આવી ત્યારે ત્યારે તેમને મદદગાર પણ મળ્યા હતા.