વોઈસ ઓફ ડેની પહેલા વર્ષની સફળતાને સૌએ બિરદાવી
વોઈસ ઓફ ડેના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ યોજાયેલા ‘સેવાનું સન્માન’ કાર્યક્રમમાં અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. આ કાર્યક્રમમાં રાજકોટના ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા અને ડો. દર્શિતાબેન શાહ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ભાજપના પ્રમુખ મુકેશભાઈ દોશી, હાસ્ય કલાકાર સાંઈરામ દવે, મોટીવેશનલ સ્પીકર નેહલ ગઢવી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, ભાજપના મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે સેવાભાવી સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તમામ મહાનુભાવોએ વોઈસ ઓફ ડેની પહેલા વર્ષની સફળતાને એકી અવાજે બિરદાવી હતી. આ પ્રસંગે વોઈસ ઓફ ડેના જન્મદિવસની કેક પણ કટ કરવામાં આવી હતી.