રાજકોટ : વૈશાલીનગરમાં 18 વર્ષીય યુવકનો ફાંસો ખાઈ આપઘાત
શહેરમાં વૈશાલી નગરમાં રહેતા 18 વર્ષિય યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. અને આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.વિગત મુજબ વૈશાલી નગર શેરી નં-3,ગાયત્રી મકાનની બાજુમાં રાજુભાઇ કરણભાઈ ઠાકર (ઉ.વ.18) નામનાં યુવકે ગઈ કાલે પોતાનાં ઘરે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
યુવકનાં પરિવારજનોને જાણ થતાં તેઓએ 108 ને જાણ કરી હતી.108 ની ટીમ સ્થળ પર પહોંચી જોઈ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસને થતાં તુરંત દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.અને તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૃતક યુવક મુળ નેપાળનો વતની હતો. અહી રેસકોર્ષ પાસે આવેલી હોટલમાં કામ કરતો હતો. ગઈ કાલે હોટલમાં કામે ગયો હતો બાદ બપોરે પોતાનાં ઘરે આરામ કરવા ગયો ત્યારે આપઘાત કરી લિધાનું બહાર આવ્યું છે. હાલ પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા તજવીજ કરી છે.